ટંકારાના હીરાપર ગામના પાટીયા પાસેથી સગીરાનું અપહરણ કરનાર આરોપી રાજકોટમાંથી પકડાયો માળીયા (મી)ના ચિખલી ગામે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 250 લિટર દારૂ-3000 લિટર આથો ઝડપાયો: આરોપીની શોધખોળ મોરબીના પીપળી ગામ નજીક ડબલ સવારી એક્ટિવા આડે કૂતરું આવતા સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત ટંકારાના સજનપર ગામે મામાના ઘરે આવેલા થાનના યુવાન પાસે કારના રૂપિયાની ઉઘરાણી કરીને 4 શખ્સોએ માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં મહિલાને ડબલ સવારી બાઇકના ચાલકે હડફેટે લીધા બાદ ઇજાગ્રસ્ત મહિનાના દીકરાએ કર્યો બે યુવાન ઉપર હુમલો માળીયા (મી)ના ચીખલી ગામે એસએમસીની રેડ: 750 લિટર, 35 બોક્ષ લાટા સહિત 4.12 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ્થાને મોરબીમાં નુતન વર્ષનું સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાયો સરકારે પ્રત્યુતર ન આપતા કર્યો ખેડૂતોએ હુંકાર: મોરબીના જેતપર ગામે 10 જાન્યુઆરી 2027ના રોજ યોજાશે કિસાન અધિકાર મહાપંચાયત
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રોપેન એલ.પી.જીના સ્ટોરેજ પ્લાન્ટના સંચાલકો અને સ્ટાફ માટે સેફટી ટ્રેનીંગ


SHARE







































મોરબીમાં પ્રોપેન એલ.પી.જીના સ્ટોરેજ પ્લાન્ટના સંચાલકો અને સ્ટાફ માટે સેફટી ટ્રેનીંગ

મોરબી સીરામીક એસોસિયેશન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, કલેક્ટર કચેરી મોરબી અને ડાયરેક્ટર ઓદ્યોગિક સતામતી અને આરોગ્ય, મોરબીના માર્ગદર્શન હેઠળ પ્રોપેન અને એલ.પી.જી ના સ્ટોરેજ પ્લાન્ટના સંચાલકો અને સ્ટાફ માટે સેફ્ટી ટ્રેનિંગનું આયોજન કરવાંમાં આવ્યું હતું.મોરબીના શાપર અને પીપળી વિસ્તારના ઔદ્યોગિક એકમો માટે યોજાયેલ આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં ૧૪૦ લોકોએ ભાગ લીધો હતો.આ અવસરે ટ્રેનર મિલિન્દ રનાડે દ્વારા પ્રોપેન અને એલ.પી.જીને ઓપરેટ કરતી વખતે શું ધ્યાન રાખવું તથા આગ જેવી અણધારી આફતને નિવારવા માટે કઈ રીતે પોતાનો, અન્યનો અને માલ- મિલકતનો ઓછામાં ઓછુ નુકસાન થાય તે માટે ઉપલબ્ધ ફાયર સેફટીના સાધનો દ્વારા કઈ રીતે ઉપયોગ કરવો તથા તેનું સંચાલન કઈ રીતે કરવું તેનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું.આ ઔદ્યોગિક ટ્રેનિંગ પ્રોગ્રામમાં ઔદ્યોગિક સલામતી અને આરોગ્યના ડાયરેક્ટર ઉદય રાવલ, મોરબી કલેકટર કચેરીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ધાર્મિક પુરોહિત તથા ટ્રાઈ ગેસ કંપનીના ધર્મેશ જોબનપુત્રા હાજર રહ્યા હતા. .














Latest News