રાષ્ટ્રીય ઓજસ્વી વક્તા પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠજી બુધવારે મોરબીમાં
ટંકારા તાલુકામાં ખેડૂતોને નિયમિત વીજ પુરવઠો ન મળતા વિજકચેરીમાં હોબાળો
SHARE
ટંકારા તાલુકામાં ખેડૂતોને નિયમિત વીજ પુરવઠો ન મળતા વિજકચેરીમાં હોબાળો
સરકાર દ્વારા ખેડૂતોને ખેતી માટે આઠ કલાક બીજલી આપવાનું કહેવામા આવે છે જો કે, ટંકારા તાલુકામાં સતત વિજકાપથી ખેડૂતો મુશ્કેલી મુકાઈ ગયા હતા જેથી કરીને જુદાજુદા ગમન ખેડૂતો એકત્રિત થઈને વીજ કચેરીએ પહોચ્યા હતા અને અનિયમિત વીજ પુરવઠો મળતા ખેડૂતોને ખેતીમાં નુકશની થાય છે માટે નિયમિત રીતે વીજ પુરવઠો આપવા માટે નાયબ કાર્યપાલક ઈજનેરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી
ટંકારાના નાના રમાપર, કલ્યાણપર, નાના ખીજડિયા, મિતાણા સહિતના ગામોના સરપંચ અને ખેડૂતોએ રાજકીય પક્ષોના નેતાઓ ટંકારા પીજીવીસીએલ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરને રજુઆત કરીને જણાવ્યું હતું કે, ટંકારા સબ ડિવિઝન પીજીવીસીએલના તમામ ખેતીવાડી ફીડરમાં થ્રી ફેઇઝ પાવર અનિયમિત આવે છે. સરકાર દ્વારા ખેડૂતોને દરરોજ દસ કલાકનો વીજ પુરવઠો આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. પણ આજદિન સુધી ખેડૂતોને કોઈ દિવસ દસ કલાકનો વીજ પુરવઠો મળ્યો જ નથી. જો કે દસ નહિ પણ ખેડૂતોને આઠ કલાકનો પાવર મળે તો પણ ઘણું છે. હાલમાં ખેતીવાડી ફીડરોમાં ટેકનીકલ ખામીને લીધે ખેડૂતોને દરરોજ માત્ર બે કે ત્રણ કલાક જ પાવર મળે છે. ત્યારે હાલ ખેતરોમાં પાક માટે કલાકો સુધી પિયત કરવાનું હોય બે કે ત્રણ કલકના પાવરમાં પિયત થઈ શકતું નથી. અને ખેડૂતોને નુકશાન થાય છે. ટંકારા તાલુકાના તમામ ખેતીવાડી ફીડરોમાં ૮ કલાકનો પાવર આપવાની માંગ કરી છે. અને જો પાવર નહિ મળે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે
ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળની રજૂઆત
ટંકારા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ ગૌતમભાઈ વામજાએ રજૂઆત કરીને જીલ્લામાં ખેડૂતોને પિયતની સીઝન ચાલી રહી છે ત્યારે બીજ પુરવઠો નિયમિત રીતે આપવામાં આવે તે જરૂરી છે ત્યારે હાલમાં વીજકાપના કારણે શિયાળુ પાકનું આયોજન કરવું કે કેમ તે ખેડૂતોને સમજાતું નથી અને જે વીજકાપ આવી રહ્યો છે તેનો એક સમય નક્કી કરવામાં આવે તો ખેડૂતોનો સમય અને ખર્ચ બચે તેમ છે અને ચોમાસામાં થયેલ નુકશાનનું ગામેગામ સર્વે કરીને ખેડૂતોને સહાય ચુકવવામાં આવે તે માટે પણ ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા માંગ કરી છે