મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીમાં ઉપરના માળે દંપતી સૂતું રહ્યું અને તસ્કરોએ નીચે ઘરમાંથી કરી 1.67 લાખના મુદામાલની ચોરી


SHARE













મોરબીમાં ઉપરના માળે દંપતી સૂતું રહ્યું અને તસ્કરો નીચે ઘરમાંથી 1.67 લાખના મુદામાલની ચોરી

મોરબીના લાયન્સનગરમાં રહેતો યુવાન તેના પત્ની સાથે ઘરમાં નીચેના ઘરમાં તાળું લગાવીને ઉપરના માળે દંપતી સૂતું હતું ત્યારે રાત્રિના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેના ઘરને નિશાન બનાવીને ઘરના તાળા તોડ્યા હતા અને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાંથી સોના તેમજ ચાંદીના દાગીના સહિત કુલ મળીને 1,67,300 નો મુદામાલ ચોરી કરી ગયેલ છે જેથી કરીને પોલીસે ભોગ બનેલા યુવાનની ફરિયાદ લઈને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

મોરબી શહેરના વિસ્તારમાં આવેલ રામકૃષ્ણનગર અને અરૂણોદયનગર વિસ્તારમાં જુદા જુદા ત્રણ મકાનમાં તા.20 ની રાતે ચોરી કરવામાં આવી હતી તે જ રાતે મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ લાયન્સનગરમાં એક મકાનને તસ્કરોએ નિશાન બનાવેલ છે અને ઘરનું તાળું તોડીને ઘરની અંદર પ્રવેશ કરીને સોના ચાંદીના દાગીના સહિતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે આ બનાવની હાલમાં ઘરધણી જયેશભાઈ દલપતભાઈ પરમાર જાતે અનુ. જાતિ (38)એ અજાણ્યા શખ્સ સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, ફરિયાદી અને તેના પત્ની તેઓના ઘરે નીચેના ભાગે તાળું મારીને ઉપરના માળ ઉપર સુતા હતા ત્યારે રાત્રિના બે વાગ્યાથી લઈને સવારના છ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ઘરના દરવાજાનું તાળું તોડીને ઘરમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો

ત્યારબાદ લોખંડની તિજોરીના લોક તોડીને તેમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ ભરેલ પાકીટ આમ કુલ મળીને 1,67,300 ના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળ વધુ તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી.કે. જાડેજા ચલાવી રહ્યા છે જો કે, એક જ રાતમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુદી જુદી જગ્યા ઉપર કુલ મળીને ચાર મકાનોમાં ચોરીનો બનાવ બન્યો છે ત્યારે પોલીસના લાઈટ પેટ્રોલિંગ સામે સવાલો ઊભા થાય તેમાં શંકાને કોઈ સ્થાન નથી.






Latest News