મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

વાંકાનેર બાઉન્ડ્રી નજીક બેભાન થઈ જતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત


SHARE







વાંકાનેર બાઉન્ડ્રી નજીક બેભાન થઈ જતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત

વાંકાનેર બાઉન્ડ્રીથી ઓનેસ્ટ હોટલ તરફ નેશનલ હાઈવે રોડ ઉપરથી યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર અચાનક તે બેભાન થઈ જતા તેને તાત્કાલિક ચોટીલાની સરકારી હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને યુવાનને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ થાનગઢમાં આવેલ શ્રવણ સોસાયટી હીટનગર-1 માં રહેતા કાળુભારથી દિનેશભારથી ગોસ્વામી જાતે બાવાજી (35) નામનો યુવાન વાંકાનેર બાઉન્ડ્રીથી ઓનેસ્ટ હોટલ તરફ ચોટીલા બાજુ આવવાના નેશનલ હાઇવે રોડ ઉપર ઠાકરધણી હોટલથી આગળના ભાગમાં જઈ રહ્યો હતો ત્યારે ત્યાં અચાનક તે બેભાન થઈ જતાં તેને તાત્કાલિક સારવાર માટે ચોટીલાની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News