હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના નાગલપર ગામે પિતાએ ખેતી કામ બાબતે ઠપકો આપતા યુવાને કર્યો આપઘાત


SHARE













વાંકાનેરના નાગલપર ગામે પિતાએ ખેતી કામ બાબતે ઠપકો આપતા યુવાને કર્યો આપઘાત

વાંકાનેર તાલુકાના નાગલપર ગામની સીમમાં રહેતા યુવાનને તેના પિતાએ ખેતી કામ બાબતે ઠપકો આપ્યો હતો જેથી તેને લાગી આવતાં તે યુવાને વાડીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યારબાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના નાગલપર ગામની સીમમાં રહેતા સાગરભાઇ મૈયાભાઇ ગુંદારીયા (25) નામના યુવાને વાડીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તે યુવાનના મૃતદેહને તેના પિતા મૈયાભાઈ વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં આ બનાવની આગળની તપાસ કરતા હેડ કોસ્ટેબલ જે.જી. ઝાલા કરી રહ્યા છે જેથી તેની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મૃતક યુવાનને તેના પિતાએ ખેતી કામ બાબતે ઠપકો આપ્યો હતો જે બાબતે તેને લાગી આવતા તેણે વાડીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે

બાઇક સ્લીપ

મોરબી તાલુકાના ખારચિયા ગામે રહેતા દિવ્યરાજસિંહ પરાક્રમસિંહ જાડેજા (24) નામનો યુવાન બાઇક લઈને હજનાળીથી ખારચિયા ગામ વચ્ચેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો અને તેમાં તેને ઈજા થવાથી તે યુવાનને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવેલ છે

બાઇક સ્લીપ

મોરબીના પંચાસસ રોડ ઉપર રહેતા બેચરદાસ વશરામભાઈ કંજારીયા (60) નામના વૃદ્ધ મોરબીના ચાચાપર ગામ પાસેથી બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર બાઇક સ્લીપ થતાં તેઓને ઈજા થઈ હતી અને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં તેને લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ ફિરોજભાઈ સુમરા કરી રહ્યા છે






Latest News