મોરબીના શોભેશ્વર રોડે કારખાનાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત મોરબી નજીક હોટલના રૂમમાં ખેવારિયા ગામના યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં કોરલ ગોલ્ડ ટાઇલ્સ નામનું કારખાનું ધરાવતા ઉદ્યોગપતિ સાથે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરના નામે 98 લાખની છેતરપિંડી મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો ટંકારાના વીરપર પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીમાં ઘરમાંથી દારૂની 20 બોટલો ઝડપાઇ, આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના કુખ્યાત આરોપી આરીફ મિરે આપેલ બે પિસ્તોલ, ૮૦ કાર્ટીઝ સાથે ટંકારામાં એક શખ્સ ઝડપાયો


SHARE





























મોરબીના કુખ્યાત આરોપી આરીફ મિરે આપેલ બે પિસ્તોલ, ૮૦ કાર્ટીઝ સાથે ટંકારામાં એક શખ્સ ઝડપાયો

મોરબી જિલ્લાના ટંકારામાં છાપરી પાસે કરુઝર રાખવા મુદે અગાઉના મનદુખનો ખાર રાખીને બે શ્ખ્સોએ માર માર્યો હતો જેથી કરીને માર  મારી કરીને આધેડને જાનથી મારી નાખવાની ધમકી આપનારા બે શખ્સોને પકડવા માટે પોલીસ તેના ઘરે પહોચી હતી ત્યારે માર મારી કરનારા શખ્સો તો ઘરે મળ્યા ન હતા જો કે, પોલીસને બગાસું ખાતા પતાસું આવી ગયું હતું અને માર મારી કરનારા શખ્સોનો બાપ મોરબીના મમુદાઢી હત્યા કેસના આરોપી આરીફ મિર અને તેની સાથે આવેલા એક અજાણ્યા શખ્સે આપેલ બે પીસ્ટલ, જીવતા ૮૦ કાર્ટીઝ, ત્રણ મેગજીન તથા એક હથીયાર ઉપર લગાવવાના ટેલીસ્કોપીક સાથે મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે હથિયાર સાથે તેની ધરપકડ કરીને આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારાના તિલકનગર વિસ્તારની અંદર રહેતા કાસમભાઈ ઈસ્માઈલભાઈ સમેપૌત્રા (૫૪) પોતાની કરૂઝર ગાડી જીજે ૩ ઝેડ ૯૫૪૩ લઈને ટંકારા છાપરી પાસે ઊભા હતા ત્યારે અવેશ આદમભાઈ અબ્રાણી અને રાજીલ આદમભાઈ અબ્રાણી રહે ટંકારા સરકારી હોસ્પિટલ સામે વાળાએ ત્યાં આવીને અગાઉ થયેલ મનદુખનો ખાર રાખીને ગાડી અહીં રાખવી નહીં તેવું કહીને તેની સાથે ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ ગાળો આપીને ઢીકાપાટુનો મારમાર્યો હતો અને અવેશે ફરિયાદીને લાકડાના ધોકા વડે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા કાસમભાઈટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસ આરોપીઓને પકડવા માટે આરોપીના ઘરે પહોચી હતી ત્યારે ટંકારા પોલીસને બગાસું ખાતા પતાસું આવ્યું હોય તેવો ઘાટ સર્જાયો હતો અને મારામારીના ગુનાની તપાસમાં ગયેલ પોલીસને મારામારી કરનારા શ્ખ્સોના ઘરમાથી તેનો બાપ આદમભાઈ અબ્રાણી હથિયાર સાથે મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે હાલમાં તેની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે

ટંકારાના પીએસઆઈ બી.ડી.પરમાર સહિતની ટીમ ટંકારા સરકારી હોસ્પીટલ સામે રહેતા આદમભાઇ ઉર્ફે આદુ ઇસાભાઇ અબ્રાણીના ઘરે પહોઇચી હતી ત્યારે તેના ઘરમાથી ગેરકાયદેસર હથીયાર મળી આવ્યા હતા જેમાં બે પીસ્ટલ, અલગ અલગ જીવતા ૮૦ કાર્ટીઝ, હથીયાર ઉપર લગાવવાનુ ટેલીસ્કોપ તથા ખાલી ૩ મેગજીન મળી આવ્યા હતા જેથી ૩૦,૦૦૦ ના મુદામાલ સાથે તેની ધરપકડ કરવામાં આવેલ છે અને આરોપી પાસેથી જે હથિયાર મળી આવેલ છે તે હથીયાર તથા કાર્ટીઝ મોરબીના ચકચારી મહમદહનીફ ઉર્ફે મમુદાઢીના હત્યામા સંડોવાયેલ મોરબીના કુખ્યાત આરીફભાઇ ગુલમામદભાઇ મીર તથા એક અજાણ્યા શખ્સે આપેલ હોવાનું આરોપીએ પ્રાથમિક તપાસમાં જણાવ્યુ છે જેથી પોલીસે ત્રણેય વિરૂધમા ટંકારા પોલીસ સ્ટેશનમા આર્મ્સ એકટ કલમ-૨૫ (૧-બી) એ, ૨૯, તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે આ કામગીરી પીએસઆઈ બી.ડી.પરમાર, વિજયભાઇ નાગજીભાઇ, વિજયભાઇ પરબતભાઇ, હિતેશભાઇ વશરામભાઇ, ખાલીદખાન રફીકખાન, સિધ્ધરાજસિંહ અર્જુનસિંહ, સિધરાજસિંહ અનીરૂપસિંહ, કૌસીકભાઇ રતીલાલભાઇએ કરી હતી
















Latest News