મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની તિથિએ વૃદ્ધાશ્રમમાં ૫૧ હજારનું કર્યું દાન
હળવદમા રૂપિયા માંગતા વેપારી ઉપર તલવાર વડે હુમલો કરનાર ચારમાથી ત્રણની ધરપકડ
SHARE









હળવદમા રૂપિયા માંગતા વેપારી ઉપર તલવાર વડે હુમલો કરનાર ચારમાથી ત્રણની ધરપકડ
બળદેવ ભરવાડ દ્વારા, મોરબી જિલ્લાના હળવદમા વેપારીને બેટરીના રૂપિયા લેવાના બાકી હોવાથી તેને ફોન કરીને રૂપિયાની માંગણી કરી હતી ત્યાર બાદ ચાર શખ્સો તલવાર સાથે આવતા હતા અને વેપારી ઉપર તલવાર વડે હુમલો કર્યો હતો જેમાં વેપારીનો બચાવ થયો છે બાદમાં વેપારીએ ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જે પૈકીનાં ત્રણ આરોપીની ધરપકડ કરી લેવામાં આવેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદના કણબીપરા વિસ્તારની અંદર રહેતા ધવલભાઇ પ્રવીણભાઈ વાઘોડિયા જાતે પટેલ (૨૫)ની હળવદમાં લક્ષ્મી લોજની સામેની શેરીમાં હરિ બેટરી નામની દુકાન આવેલી છે તે પોતાની દુકાને હતો અને તેને ઈલિયાસભાઈ યાકુબભાઈ જંગરી નામના વ્યક્તિ પાસેથી બેટરીના પૈસા લેવાના બાકી હતા તે બાબતે ફરિયાદી યુવાને આરોપી પાસેથી પૈસાની માગણી કરતા આરોપીએ ફરિયાદીને ગાળો આપી હતી અને આરોપીએ ફોન કરીને બીજા શખ્સોને ત્યાં બોલાવ્યા હતા જેથી તે લોકો ત્યાં તલવાર, છરી અને ધોકા લઇને આવ્યા હતાં અને ત્યારબાદ તેઓએ ધવલભાઇને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા ધવલભાઇ વાઘોડિયાએ ઈલિયાસભાઈ યાકુબભાઈ જંગરી, ફયાજ યાકુબભાઈ જંગરી, રજાક હામદભાઈ જંગરી અને મકબુલ રજાકભાઈ જંગરી નામના ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં ઈલિયાસભાઈ યાકુબભાઈ જંગરી, રજાક હામદભાઈ જંગરી અને મકબુલ રજાકભાઈ જંગરીની ધરપકડ કરેલ છે અને તેના રિમાન્ડ લેવા માટે તજીવી શરૂ કરવામાં આવી છે અને આરોપી ફયાજ યાકુબભાઈ જંગરીને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી છે
