મોરબી નજીક યુવાનને છરીના ઘા ઝીકિ રોકડ-મોબાઈલની લૂંટના ગુનામાં બે આરોપી ઝડપાયા
મોરબીમાંથી 105 પેટી દારૂ ઝડપાવાના ગુનામાં ત્રણ કુખ્યાત બુટલેગરોની ધરપકડ: લાલપર ગોડાઉન SMC ની રેડમાં પણ બે આરોપીની સંડોવણીનો ધડાકો
SHARE
મોરબીમાંથી 105 પેટી દારૂ ઝડપાવાના ગુનામાં ત્રણ કુખ્યાત બુટલેગરોની ધરપકડ: લાલપર ગોડાઉન SMC ની રેડમાં પણ બે આરોપીની સંડોવણીનો ધડાકો
મોરબી નજીકથી 105 પેટી દારૂ પકડવાના ગુનામાં નાસતા ફરતા ત્રણ આરોપીને પકડવામાં આવેલ છે અને હાલમાં જે ત્રણ આરોપીને પકડવામાં આવ્યા છે તે પૈકીનાં બે આરોપીઓ લાલપર ગામ પાસે ગોડાઉનમાં એસએમસીની ટીમે રેડ કરી હતી તે ગુનામાં પણ બે આરોપી સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે અને આ આરોપીઓ મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન્મા પ્રોહીબીશનના ૭ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપીઓની મોરબી જિલ્લા પેરોલ ફર્લો સ્કોડની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે અને આરોપીના રિમાન્ડ લેવા માટે ચક્રોગતિમાન કર્યા છે.
મોરબી જિલ્લા એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.પી.પંડયાની સુચના મુજબ સ્ટાફ કામ કરે છે અને પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઈ વી.એન.પરમાર અને સ્ટાફના માણસો આરોપીઓને પકડવા પ્રયત્નશીલ હતા. તેવામાં રામભાઇ મંઢ, વિક્રમસિંહ બોરાણા, દશરથસિંહ ચાવડા તથા વિક્રમભાઇ રાઠોડને સયુકતમાં ખાનગીરાહે હકિકત મળેલ હતી કે, મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલ દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપીઓ આણંદ જિલ્લાના ખંભાત ખાતે છે જેથી ત્યાં તપાસ કરતા આરોપી દિવ્યરાજસિંહ ઉર્ફે લક્કી નરેન્દ્રસિંહ રાઠોડ જાતે દરબાર (42) રહે. શોભેશ્વર રોડ શોભેશ્વર મંદિર પાછળ વાણીયા સોસાયટી મોરબી મુળ રહે. ચાપરીયા તાલુકો જાંબવા જીલ્લો અલીરાજપુર (મધ્યપ્રદેશ), રવિન્દ્ર ઉર્ફે રવિ નટુભાઇ વિડજા જાતે પટેલ (39) રહે. હાલ ઘુટુ રોડ હરીઓમ પાર્ક સોસાયટી મોરબી મુળ. જુના દેવળીયા તાલુકો હળવદની ધરપકડ કરી હતી તેમજ આરોપી જયેશ ઉર્ફે જયપાલ મોરબી વજેપરમાં તેના રહેણાંક મકાને હોવાની હકિકત હતી જેથી ત્યાંથી આરોપી જયેશ ઉર્ફે જયપાલ બાબુભાઇ અંબાસણીયા જાતે કોળી (26) રહે. મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને ત્રણેય આરોપીઓને હસ્તગત કરી પેરોલ ફર્લો સ્કોડ મોરબીની કચેરી ખાતે લાવ્યા હતા અને સી.આર.પી.સી. કલમ 41 (1)(આઇ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી એ ડિવિઝન પોલીસ હવાલે કરેલ છે.
હાલમાં જે આરોપીઓને પકડવામાં આવેલ છે તે આરોપીઓને કયા ગુનામાં પકડવાના બાકી હતા તેની માહિતી આપતા પોલીસે જણાવ્યુ હતું કે, આરોપી દિવ્યરાજસિંહ ઉર્ફે લક્કી નરેન્દ્રસિંહ રાઠોડને મોરબી તાલુકા પોલીસ, મુળી પોલીસ સ્ટેશન અને ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશન્મા નોંધાયેલ દારૂના ગુનામાં પકડાવનો બાકી હતો. જયારે આરોપી રવિન્દ્ર ઉર્ફે રવિ નટુભાઇ વિડજાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન, મોરબી બી ડિવિઝન અને ગાંધીનગરના ચિરોડા પોલીસ સ્ટેશન વિસ્તારના દારૂના ગુનામાં પકડવાનો બાકી છે. આ કામગીરી પીઆઇ એમ.પી.પંડયાની સૂચના મુજબ એલસીબીના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.