મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબીવાસીઓ શહેરના ખરાબ રોડ-સ્તાથી ત્રસ્ત, રોડ ઉપરના ખાડામાં બાઇક સ્લીપ થતા વૃદ્ધા સારવારમાં


SHARE













મોરબીવાસીઓ શહેરના ખરાબ રોડ-સ્તાથી ત્રસ્ત, રોડ ઉપરના ખાડામાં બાઇક સ્લીપ થતા વૃદ્ધા સારવારમાં

મોરબીમાં રોડ રસ્તા દયનીય હાલતમાં છે અને તેવામાં વરસાદ પડતા રોડ રસ્તા મગરમચ્છની પીઠ જેવા બની ગયેલા હોવાના લીધે અનેક વાહન અકસ્માતો બને છે.જેમાં મોરબીના આસ્વાદ પાન પાસે આવેલ મહેન્દ્રપરા નજીક રોડ ઉપરના ખાડામાં બાઈક સ્લીપ થઈ જવાના બનેલા અકસ્માત બનાવમાં ભાવનાબેન રમેશભાઈ ગુંદીગરા (ઉંમર ૬૦) રહે.સુમતીનાથનગર સોસાયટી વાવડી ગામ તા.જી.મોરબી કે જેઓ બાઇકની પાછળ બેસીને ઘરેથી મોરબીની સરકારી હોસ્પિટલ બાજુ કામકાજ માટે જતા હતા.ત્યારે તેમનું બાઈક ખાડામાં સ્લીપ થઈ ગયું હતું.જે બનાવમાં ઈજા પામેલા ભાવનાબેનને ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા.અત્રે નોંધનીય છે કે શહેરના મોટાભાગના વિસ્તારમાં ખરાબ રોડ રસ્તાઓના લીધે અને તેમાં વરસાદ આવતા રસ્તાઓની હાલત દયનીય બની ગઈ હોવાથી મોરબીવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

સાપ કરડી જતા સારવારમાં

ટંકારા તાલુકાના સાવડી ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા પરિવારના કારાભાઈ રમેશભાઈ પરમાર નામના ૧૮ વર્ષના યુવાનને સાપ કરડી ગયો હતો.જેથી ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારવાર માટે અત્રેની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જાણ થતા મોરબી એ ડિવિઝન પોલીસના એમ.એચ.વસાણી દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ  માટે ટંકારા પોલીસને જાણ કરવામાં આવી હતી.

વધુ પડતી ઊંઘની ગોળીઓ પીધી

મોરબીમાં ભવાની ચોક પાસે રહેતા અકીલ હારૂનભાઈ દિવાન (૧૮) નામના યુવાને ઘરે હતો ત્યારે વધુ પડતી ઊંઘની ગોળીઓ પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જેથી તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને બનાવની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને બનાવની પ્રાથમિક તપાસ એમ.એચ.વાસાણી દ્વારા કરવામાં આવી હતી અને યુવાને કયા કારણોસર વધુ પડતી ઊંઘની ગોળીઓ પીધી હતી તે દિશામાં તપાસ ચાલી રહી છે.

વૃદ્ધ સારવારમાં

મોરબીના માધાપરા શેરી નંબર-૨ માં રહેતા પુરુષોત્તમભાઈ દેવરાજભાઈ ડાભી નામના 63 વર્ષના વૃદ્ધને ઘરે મારામારીના બનવામાં ઇજાઓ તથા સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ દ્વારા નોંધ કરી કારણ અંગે આગળની તપાસ કરવામાં આવી હતી.








Latest News