મોરબીવાસીઓ શહેરના ખરાબ રોડ-સ્તાથી ત્રસ્ત, રોડ ઉપરના ખાડામાં બાઇક સ્લીપ થતા વૃદ્ધા સારવારમાં
વાંકાનેરના માટેલ ગામે શ્રી ખોડિયાર માતાજી મંદિરે અષાઢી બીજ મહોત્સવ ઉજવાશે
SHARE
વાંકાનેરના માટેલ ગામે શ્રી ખોડિયાર માતાજી મંદિરે અષાઢી બીજ મહોત્સવ ઉજવાશે
મોરબીના વાંકાનેર તાલુકાના માટેલ ગામે આવેલ આઈશ્રી ખોડિયાર માતાજી મંદિર ખાતે અષાઢીબીજ મિત્ર મંડળ- કોઠારીયા (રાજકોટ) દ્વારા ઉજવણી કરાશે.આવતી કાલ તા.૬ ને શનિવારે રાત્રે ૮ કલાકે ગાયોનાં લાભાર્થે ડાક- ડમરૂ(ડાકલા) નો ભવ્ય કાર્યક્રમ રાખેલ છે.જેમાં કલાકારો જીતુભાઈ રાવળ, યોગેશભાઈ રાવળ તથા તેમની ટીમ રાત્રીભર ડાકલાની રમઝટ બોલાવશે.
જયારે તા.૭ ને રવિવારે અષાઢીબીજના રોજ બાવન ગજની ધજા ચડાવાશે.તે ઉપરાંત અસંખ્ય ધજા અષાઢીબીજ નિમિતે ભાવિકભક્તો દ્વારા ચડાવવામાં આવે છે.યાત્રિકો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરાયેલ છે.સર્વે શ્રધ્ધાળુઓને પધારવા મહંત રણછોડદાસજી તેમજ ખોડીદાસબાપુ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.