મોરબીમાંથી પકડાયેલ દારૂની પેટીઓના ગુનામાં પકડાયેલ વધુ ત્રણ આરોપી બે દિવસના રિમાન્ડ મંજૂર
જોખમી સ્ટંટ : વાંકાનેરમાં નેશનલ હાઇવે રોડે છૂટા હાથે બાઇક ઉપર ઊભા રહીને વાહન ચલાવતા શખ્સનો વિડીયો વાઇરલ
SHARE
જોખમી સ્ટંટ : વાંકાનેરમાં નેશનલ હાઇવે રોડે છૂટા હાથે બાઇક ઉપર ઊભા રહીને વાહન ચલાવતા શખ્સનો વિડીયો વાઇરલ
વાંકાનેરમાંથી પસાર થતાં નેશનલ હાઇવે રોડ ઉપરથી બાઇક લઈને જતો બાઉક છૂટા હાથ મૂકીને બાઇક ઉપર ઊભો રહીને ચાલુ બાઈકે જોખમી સ્ટંટ કરતો હોય તેવો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેથી કરીને વાંકાનેરમાં હાઇવે રોડ સહિતના વિસ્તારોમાં જોખમી સ્ટંટ કરનારા શખ્સોની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
સોશિયલ મીડિયામાં રિલ્સ બનાવવા ઘણી વખત કાયદાનો ભંગ થતો હોય છે તેમ છતાં પણ હાઇવે રોડ ઉપર જોખમી સ્ટંટ કરીને રિલ્સ બનાવવામાં આવતી હોય છે આવી જ રીતે વાંકાનેરમાંથી પસાર થતાં નેશનલ હાઇવે રોડ ઉપરથી બાઇક લઈને જતો બાઉક છૂટા હાથે મૂકીને બાઇક ઉપર ઊભો રહીને ચાલુ બાઈકે જોખમી સ્ટંટ કરતો હોય તેવો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ ઉપરાંત વાંકાનેર ગ્રામ્ય વિસ્તારમાંથી પણ એક બાઇક સ્ટંટનો વિડીયો સામે આવી રહ્યો છે ત્યારે આવા જોખમી સ્ટંટ કરનારા શખ્સોની સામે આકરા પગલાં લેવામાં આવે તે જરૂરી છે.
અત્રે ઉલેખનીય છેકે, ગત તા. 18/6 ના સાંજના સાતેક વાગ્યાના અરસામાં વાંકાનેર તાલુકાના જાલીડા ગામના બોર્ડ પાસે નેશનલ હાઈવે રોડ ઉપર બાઈકના જોખમી સ્ટંટ કરતા કરતાં વ્યક્તિનો એક વિડીયો સામે આવ્યો હતો. ત્યાર બાદ પોલીસે બાઈક નંબર આધારે શોધખોળ હાથ ધરી હતી. અને ગુનો નોંધીને બાઈકના માલિકની ધરપકડ કરી હતી અને તે બાઈકના માલિકનો સગીર વયનો દીકરો નેશનલ હાઈવે ઉપર જોખમી સ્ટંટ કરતો હોવાનું સામે આવ્યું હતું.