મોરબીના શોભેશ્વર રોડે કારખાનાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત મોરબી નજીક હોટલના રૂમમાં ખેવારિયા ગામના યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં કોરલ ગોલ્ડ ટાઇલ્સ નામનું કારખાનું ધરાવતા ઉદ્યોગપતિ સાથે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરના નામે 98 લાખની છેતરપિંડી મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો ટંકારાના વીરપર પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીમાં ઘરમાંથી દારૂની 20 બોટલો ઝડપાઇ, આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

ટંકારાના હડમતીયા ગામે પાડોશી ખેડૂતો વચ્ચે ચાલતા વિવાદમાં બંને પક્ષેથી મારામારી: મહિલા સહિત ચારને ઇજા


SHARE





























ટંકારાના હડમતીયા ગામે પાડોશી ખેડૂતો વચ્ચે ચાલતા વિવાદમાં બંને પક્ષેથી મારામારી: મહિલા સહિત ચારને ઇજા

ટંકારા તાલુકાના હડમતીયા ગામની સીમમાં પાડોશી ખેતર ધરાવતા બે વ્યક્તિઓ વચ્ચે રસ્તા અને લેન્ડ ગ્રેબિંગના વિવાદ ચાલી રહ્યા છે. તેને લઈને બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો અને ત્યારબાદ બંને પક્ષેથી મારામારી થઈ હતી. જેમાં મહિલા સહિત કુલ ચાર વ્યક્તિઓને ઇજા થયેલ હતી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા. ત્યાર બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી સામસામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જુદાજુદા બે ગુના નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ યોગેશ્વર સોસાયટીની બાજુમાં ભંભોળીની વાડી વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ રમેશભાઈ નકુમ જાતે સતવારા (33)એ હાલમાં ભીખાભાઈ વાલજીભાઈ સીણોજીયા અને તેના પત્ની કાંતાબેન ભીખાભાઈ સીણોજીયા રહે. બંને હડમતીયા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેને ભીખાભાઈની સામે અગાઉ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવેલ હતી જેનો ખાર રાખીને આરોપીઓએ ફરિયાદી તથા સાહેદને જેમ ફાવે તેમ ગાળો આપી હતી. અને ત્યારે ભીખાભાઈએ જમીન ઉપરથી પથ્થર ઉપાડીને ફરિયાદીને માથામાં ડાબી બાજુએ મારીને માથું ફાડી નાખ્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દંપતિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે સામા પક્ષેથી હડમતીયા ગામે રહેતા ભીખાભાઈ વાલજીભાઈ સીણોજીયા જાતે પટેલ (55)એ પ્રકાશભાઈ રમેશભાઈ નકુમ રહે. મોરબી અને મનસુખભાઈ ડાયાભાઈ સીણોજીયા રહે. હડમતીયા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદીએ રસ્તા બાબતે ટંકારા મામલતદાર કોર્ટમાં અરજી કરેલ હતી. જેમાં ચુકાદો તેની તરફેણમાં આવેલ છે જેથી આરોપીઓને સારું નહીં લાગતા પ્રકાશભાઈ નકુમે ફરિયાદી તથા તેના પત્નીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ઝપાઝપી કરી હતી. તથા ફરિયાદીને ડાબા હાથના ભાગે મુંઢ ઇજા તેમજ ડાબી આંખની નીચેના ભાગે દાતરડા વડે છરકો કરીને ઇજા કરી હતી. ત્યારે ફરિયાદીના પત્ની વચ્ચે પડતા તેને ધક્કો મારીને પછાડી દીધા હતા અને આરોપી મનસુખભાઈએ તેને જમણા હાથે લાકડી મારતા તેને ઈજા થઈ હતી અને પ્રકાશ નકુમે ફરિયાદી તથા તેના પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી કરીને હાલમાં ભોગ બનેલા આધેડે ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
















Latest News