મોરબી નજીક હરીપર (કે)ના બસ સ્ટેશન પાસેથી 24 બોટલ દારૂ સાથે એક પકડાયો
છેલ્લી 24 કલાકમાં મોરબી અને ટંકારામાં પોણો-માળીયામાં દોઢ ઇંચ વરસાદ: સિઝનનો સૌથી વધુ વરસાદ ટંકારામાં
SHARE








છેલ્લી 24 કલાકમાં મોરબી અને ટંકારામાં પોણો-માળીયામાં દોઢ ઇંચ વરસાદ: સિઝનનો સૌથી વધુ વરસાદ ટંકારામાં
મોરબી જિલ્લા 24 કલાકથી અસહાય બફારો અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે ત્યારે છેલ્લા 24 કલાકના વરસાદની વાત કરીએ તો માળીયા તાલુકામાં દોઢ અને મોરબી તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ નોંધેયલ છે બીજા તાલુકામાં નજીવો વરસાદ પડ્યો હતો. જો કે, સિઝનમાં અત્યાર સુધીમાં સૌથી વધી 14 ઇંચ વરસાદ ટંકારા તાલુકામાં નોંધાયેલ છે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં હજુ પણ મેઘરાજા હાઉકલી કરી રહ્યા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે કેમ કે, ગઇકાલે આખા દિવસમાં બે તાલુકાને બાદ કરતાં ત્રણ તાલુકામાં નજીવો વરસાદ નોંધાયેલ છે હાલમાં મોરબી જિલ્લાના કન્ટ્રોલ રૂમમાંથી મળી રહેલ માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં માળીયા મિયાણામાં 39 મીમી, મોરબીમાં 22 મીમી, ટંકારામાં 19 મીમી, વાંકાનેરમાં 18 મીમી અને હળવદ તાલુકામાં 5 મીમી વરસાદ નોંધાયેલ છે. અત્રે ઉલેખનીય છે કે, સિઝનના કુલ વરસાદની વાત કરીએ તો માળીયા મિયાણામાં 83 મીમી, મોરબીમાં 287 મીમી, ટંકારામાં 355 મીમી, વાંકાનેરમાં 147 મીમી અને હળવદ તાલુકામાં 168 મીમી પડ્યો છે.
