મોરબીમાં ટાઇલ્સના વેપારીને સસ્તામાં માલ આપવાનું કહીને 90,535 ની છેતરપિંડી
હળવદના વેગડવાવ રોડે ત્રિપલ અકસ્માત: દંપતી સહિત ત્રણને ઇજા, બે ગાડીમાં નુકશાન, ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધાયો
SHARE







હળવદના વેગડવાવ રોડે ત્રિપલ અકસ્માત: દંપતી સહિત ત્રણને ઇજા, બે ગાડીમાં નુકશાન, ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધાયો
હળવદ તાલુકાના વેગડવાવ ગામથી હળવદ તરફ આવવાના રસ્તા ઉપર ટ્રેક્ટરની પાછળના ભાગમાં દાંતી અને ભેંસ બાંધીને વાહન ચાલક જય રહ્યો હતો તેની દાંતી ફોરવિલ ગાડીમાં ભટકાતા ખાલી સાઈડના દરવાજામાં નુકશાન થયેલ છે અને ગાડીમાં બેઠેલા દંપતીને ઇજાઓ થઈ હતી તેમજ તેઓની ગાડી સામેથી આવી રહેલ ગાડી સાથે અથડાતાં તેમાં બેઠેલા વ્યક્તિને પણ ઇજા થયેલ હતી. જેથી ત્રિપલ અકસ્માતના આ બનાવમાં ત્રણ વ્યક્તિને ઇજા થતાં સારવારમાં લઈ ગયા હતા અને હાલમાં ભોગ બનેલા યુવાને ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવી જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં આવેલ આનંદ બંગલોઝ ખાતે રહેતા કિશોરભાઈ મનજીભાઈ સોલગામા જાતે પટેલ (35)એ ટ્રેક્ટર નં. જીજે 8 જે 5602 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, વેગડવાવ ગામથી હળવદ તરફ આવવાના રસ્તા ઉપરથી આરોપી તેના હવાલા વાળું ટ્રેક્ટર રાત્રિના સમયે પાછળના ભાગે બ્રેક લાઈટ કે રિફ્લેકટર લગાવ્યા વગર પાછળ દાંતી અને ભેંસ બાંધીને જઈ રહ્યા હતા અને ફરિયાદીની ફોરવીલ ગાડીમાં દાંતી ભટકાતા ખાલી સાઈડના દરવાજામાં નુકશાન થયેલ છે તેમજ સામેથી આવતી સ્વિફ્ટ ગાડીમાં ફરિયાદીની ગાડી ભટકાતા તેની ગાડીમાં પણ નુકસાની થયેલ હતી. અને આ બનાવમાં ફરિયાદીને ડાબા હાથની આંગળીમાં ફ્રેક્ચર તથા શરીરે ઇજા થયેલ છે તથા તેની સાથે ગાડીમાં બેઠેલ તેના પત્નીને પણ શરીરે ઇજાઓ થઈ હતી અને સામેથી આવેલ ગાડી સાથે થયેલ અકસ્માતમાં તે ગાડીના ચાલકને પણ ઇજા થતા કુલ મળીને ત્રણ વ્યક્તિઓને આ બનાવમાં ઈજા થઈ હતી અને બંને ગાડીમાં કુલ મળીને 20,000 નું નુકસાન થયેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

