મોરબીના શોભેશ્વર રોડે કારખાનાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત મોરબી નજીક હોટલના રૂમમાં ખેવારિયા ગામના યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં કોરલ ગોલ્ડ ટાઇલ્સ નામનું કારખાનું ધરાવતા ઉદ્યોગપતિ સાથે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરના નામે 98 લાખની છેતરપિંડી મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો ટંકારાના વીરપર પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીમાં ઘરમાંથી દારૂની 20 બોટલો ઝડપાઇ, આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કેન્સર સ્ક્રીનીંગ માટે કેમ્પ યોજાયો


SHARE





























ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કેન્સર સ્ક્રીનીંગ માટે કેમ્પ યોજાયો

મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કવિતાબેન દવેના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વિવિધ સ્થળોએ કેન્સર સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. ત્યારે ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય  દુર્લભજીભાઈ દેથરીયાની ઉપસ્થિતિમાં કેન્સર રોગ અંગેના સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દુર્લભજીભાઈ દેથરીયાએ પ્રસંગને અનુરૂપ પોતાનાં હકારાત્મક વિચારો રજૂ કરી લોકોને બહોળી માત્રામાં આ કેમ્પનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો. આ કેમ્પમાં ગુજરાત કેન્સર રિચર્સ ઇન્સ્ટીટયુટ અમદાવાદ તથા સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટ ખાતેથી કેન્સર રોગનાં નિષ્ણાંત ડોક્ટર્સ હાજર રહ્યા હતા. આ સ્ક્રીનીંગ કેમ્પમાં ટંકારા તેમજ આજુબાજુનાં ગામડામાંથી આવેલા કુલ ૨૪૭ વ્યક્તિઓનું નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ દ્વારા સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ઓરલ કેન્સર માટે ૭૬, બ્રેસ્ટ કેન્સર માટે ૧૫ તેમજ સર્વાઈકલ કેન્સર માટે ૧૫૬ લોકોનું સ્ક્રીનીંગ કરી રોગ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. જે દર્દીઓમાં શંકાસ્પદ લક્ષણો દેખાયા હતા તેમના સેમ્પલ કલેક્ટ કરી આગળની તપાસ તથા સારવાર માટે રાજકોટ અને અમદાવાદ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં આરોગ્ય શાખાના અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મહેતા, ટંકારા તાલુકા હેલ્થ ઓફિસર ડો.બાવરવા, એન.ટી.સી.પી.સોશ્યલ વર્કર, ટંકારા તાલુકા સુપરવાઈઝર, અગ્રણી જયંતિભાઈ ભાડેસિયા સહિતના હાજર રહ્યા હતા.
















Latest News