વાંકાનેરના પલાસ ગામે જુગાર રમતા ત્રણ પતાપ્રેમીઓની 61,600 ના મુદ્દામાલ સાથે ધરપકડ
SHARE
વાંકાનેરના પલાસ ગામે જુગાર રમતા ત્રણ પતાપ્રેમીઓની 61,600 ના મુદ્દામાલ સાથે ધરપકડ
વાંકાનેર તાલુકા પલાસ ગામે શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેથી કરીને પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ત્રણ શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 61,600 ની કિંમતથી રોકડ કબજે કરી હતી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકા પોલીસ ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર તાલુકાના પલાસ ગામે જાહેરમાં શેરીમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જગદીશભાઈ કરમશીભાઈ કુણપરા 50, જગાભાઈ કાળુભાઈ કુણપરા 44 અને અલ્પેશભાઈ રણછોડભાઈ ધરોડિયા 33 રહે ત્રણેય પલાસ ગામ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી 61,600 ની રોકડ કબજે કરી હતી ને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.