મોરબી : માળિયા (મીં) ના જુના ઘાટીલા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા
હળવદમાં ઘરમાંથી 21 બોટલ દારૂ પકડાયો, બુટલેગરની શોધખોળ
SHARE
હળવદમાં ઘરમાંથી 21 બોટલ દારૂ પકડાયો, બુટલેગરની શોધખોળ
હળવદ શહેરમાં આવેલ બસ સ્ટેશનની પાછળના ભાગમાં રહેતા શખ્સના ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 21 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 7,350 ની કિંમત તો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જો કે, પોલીસે રેડ કરીએ ત્યારે બુટલેગર ઘરે હાજર ન હોવાથી તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકા પોલીસ ની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હળવદમાં બસ સ્ટેશનની પાછળના ભાગમાં રહેતા શખ્સના ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેથી કરીને પોલીસે મોહિતભાઈ પરમારના રહેણાંક મકાનમાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની 21 બોટલો મળી આવતા પોલીસે 7350 ની કિંમતનો દારૂનો જથ્થો સ્થળ ઉપરથી કબજે કર્યો હતો જોકે પોલીસ દ્વારા ઘરમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી મોહિત હસમુખભાઈ પરમાર રહે. બસ સ્ટેશન પાછળ હળવદ વાળો ઘરમાં હાજર ન હોવાથી તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.