હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો બેટી બચાવો બેટી પઢાઓ: મોરબીમાં કોફી વિથ કલેક્ટર કાર્યક્રમમાં 100 જેટલી દીકરીઓએ કલેક્ટર સાથે કર્યો સીધો સંવાદ પ્રોપેન ગેસ સપ્લાઈ કરતી કંપનીએ લોભામણી લાલચ આપીને છેલ્લી ઘડીએ મારી પલટી !, હવે નેચરલ ગેસના ફાંફા: મોરબીના સિરામિક ઉદ્યોગકારો સૂડી વચ્ચે સોપારી મોરબીના મકાનસર ગામ પાસે રીક્ષાનું ટાયર ફાટતાં બોલેરો ગાડીમાં અથડાઈ: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં વાંકાનેરમાં બાઈકની આડે ગાય આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ મહિલા સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં જુગારની બે રેડ: ત્રણ મહિલા સહિત 12 વ્યક્તિ જુગાર રમતા પકડાયા


SHARE







મોરબીમાં જુગારની બે રેડ: ત્રણ મહિલા સહિત 12 વ્યક્તિ જુગાર રમતા પકડાયા

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગરમાં ઘરમાં અને પચ્ચીસ વારીયામાં જાહેરમાં જુગારની જુદીજુદી બે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ત્રણ મહિલા સહિત કુલ મળીને 12 જુગારના મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે આરોપીઓને રોકડ સાથે પકડીને આગળની કાર્યવાહી કરી હતી.

મોરબી એ ડિવિઝન પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગરમાં રહેતા કાનજીભાઈ ખટાણાના રેણાક મકાનની અંદર જુગાર રમતા હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં ઘરની અંદર જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા ઘરધણી કાનજીભાઈ ભીમજીભાઈ ખટાણા (38) ઉપરાંત કાંતિલાલ ભગવાનજીભાઈ સાવરીયા (31) રહે. રાજપર, સુરેશભાઈ ગોવિંદભાઈ સાવરીયા (28) રહે. ટીંબડીજયદીપભાઇ અણદાભાઈ આલ (25) રહે. લીલાપર રોડ સાત હનુમાન સોસાયટી મોરબી, અનિલભાઈ ભગવાનજીભાઈ પરમાર (23) રહે. ટીંબડી, જગદીશભાઈ મોતીભાઈ નૈયા (35) રહે.રંગપર, ચેતનાબેન નવીનભાઈ ગુર્જર (30) રહે. નવલખી રોડ લાયન્સનગર મોરબી, અંજલીબેન ધર્મેન્દ્રભાઈ ગોસ્વામી (30) રહે. દરબારગઢ સંઘવી શેરી મોરબી અને મીનાબેન કાનજીભાઈ ખટાણા (40) રહે. ગાયત્રીનગર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ઘરની અંદર જુગાર રમતા મળી આવેલા ત્રણ મહિલા સહિતના નવ આરોપીઓ પાસેથી 40,120 ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનોથી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જ્યારે જુગારની બીજી રેડ મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલ પાસે પચ્ચીસ વારીયામાં કરવામાં આવી હતી ત્યારે જાહેરમાં જુગાર રમતા રાકેશભાઈ દિલીપભાઈ કોરડીયા (30), દિનેશભાઈ મોહનભાઈ રાઠોડ (32) અને કાસમભાઈ હુસેનભાઇ શેખ (38) રહે. બધા દલવાડી સર્કલ પાસે પચ્ચીસ વારીયા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 2,460 ની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News