મોરબીના બગથળા ગામે યુવાનના જન્મ દિવસ નિમિતે યોજાયેલ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં 35 લોકોએ વ્યસન મુક્તિનો કર્યો સંકલ્પ મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યર્થિનીઓનો દબદબો મોરબી જલારામ મંદિરે યોજાયેલ  નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીથી અંબાજીની પદયાત્રાનો આજથી પ્રારંભ મોરબીમાં આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોરીના આંટાફેરા ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઇ મોરબીનાં એસપી રોડના પડતર પ્રશ્નો ઉકેલવાની ધારાસભ્યની ખાતરી
Breaking news
Morbi Today

ટંકારાના હરબટીયાળીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સની 17,400 ની રોકડ સાથે ધરપકડ


SHARE







ટંકારાના હરબટીયાળીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સની 17,400 ની રોકડ સાથે ધરપકડ

ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે પ્લોટ વિસ્તારમાં મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી. ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા પાંચ શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 17,400 ની રોકડ કબજે કરી હતી. અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

ટંકારા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે જાહેરમાં પ્લોટ વિસ્તારમાં મંદિરની પાસે જુગાર રમી રહ્યા છે તેવી હકીકત મળી હતી. જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી. ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા કિશોરભાઈ છગનભાઈ મુછડીયા (48) રહે. હરબટીયાળી, અશોકભાઈ છગનભાઈ મકવાણા (38) રહે. આંબેડકરવગર શેરી નં-5 વાંકાનેર, પ્રવીણભાઈ કલાભાઈ મોરાડિયા (38) રહે. હરબટીયાળી, અરવિંદભાઈ ધનજીભાઈ મુછડીયા (37) રહે. હરબટીયાળી અને અશોકભાઈ મૂળજીભાઈ સોલંકી (42) રહે. આંબેડકરનગર વીરવાવ વાળા મળી આવ્યા હતા. જેથી કરીને પોલીસે તેની પાસેથી 17,400 ની રોકડ કબજે કરી હતી. અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વરલી જુગાર

વાંકાનેરના મિલ પ્લોટ ચોક પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા અશરફભાઈ દાઉદભાઈ પીપરવાડિયા જાતે પીંજારા (29) રહે. નવાપરા સંધિ સોસાયટી વાંકાનેર વાળો મળી આવ્યો હતો. જેથી પોલીસે તેની પાસેથી 350 રૂપિયાની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News