હળવદના ચરાડવા ગામે મહાકાળી આશ્રમમાં ચાંદીના ત્રણ કિલોના બે છતરની ચોરીના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીના મહેન્દ્રનગર ગામ પાસેથી દારૂ-બિયરની ૮૦૮ બોટલ સાથે સ્કોર્પીયો પકડાઈ, બે બુટલેગરોને દબોચીને આગળની તપાસ શરૂ ધાંધીયા યથાવત: મોરબીના મકનસર રેલ્વે સ્ટેશને ડેમુ ટ્રેન બંધ થતાં મુસાફરો હેરાન હળવદના પ્રતાપગઢ પાસે બંધ પાછળ ટ્રકની પાછળ એસટીની બસ અથડાઇ: ડ્રાઈવર-કંડક્ટર સહિત ૧૦ લોકોને ઇજા મોરબી જિલ્લાના ટુ, થ્રી, ફોર વ્હીલર તથા ટ્રાંસપોર્ટ વાહનના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે મોરબીમાં બગથળા ગામે કાલે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં યોજાયેલ સેવસેતુના કાર્યક્રમોમાં ૭૪૬૦ અરજીઓનો નિકાલ મોરબીના ખાનપર ગામે ઘર પાસે પાર્ક કરેલ બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં એક વર્ષમાં ૨,૫૨૫ તાલીમ શિબિરમાં પ્રાકૃતિક કૃષિની ૬૨ હજારથી વધુ ખેડૂતોને તાલીમ લીધી


SHARE











મોરબી જિલ્લામાં એક વર્ષમાં ૨,૫૨૫ તાલીમ શિબિરમાં પ્રાકૃતિક કૃષિની ૬૨ હજારથી વધુ ખેડૂતોને તાલીમ લીધી

મોરબી જિલ્લામાં પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને માર્ગદર્શન મળી રહે અને જિલ્લાના ખેડૂતો પ્રકૃતિ સંવર્ધન સાથેની આ ખેતી પદ્ધતિમાં જોડાય તે માટે ગત વર્ષ દરમિયાન મોરબી જિલ્લામાં ૬૨,૯૩૫ ખેડૂતોને કુલ ૨,૫૨૫ ક્લસ્ટર બેઝ તાલીમ સેશન ગોઠવી મોરબી જિલ્લાની આત્મા કચેરી દ્વારા તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે.

પ્રકૃતિના સંવર્ધન તેમજ ભવિષ્યની તાતી જરૂરિયાતને ધ્યાન રાખી સરકાર દ્વારા હાલ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિને સવિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે. જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અથવા પ્રાકૃતિક ખેતી અપનાવવા માંગે છે તેમને સરકાર દ્વારા પૂરતું માર્ગદર્શન અને જરૂરી સહયોગ આપવામાં આવે છે. ત્યારે પ્રાકૃતિક કૃષિમાં સરકાર દ્વારા ક્લસ્ટર આધારિત તાલીમનો અભિગમ બનાવવામાં આવ્યો છે. જે તાલીમમાં ખેડૂતોને જમીન અને પાકના પ્રકારપાણીની સ્થિતિ અને આબોહવા જેવા પરિબળોના આધારે નાના ક્લસ્ટર્સ અથવા જૂથોમાં વિભાજિત કરી તાલીમ આપવામાં આવે છે.

મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકામાં ખરીફ પાકની સિઝનમાં ૩૬૫ તેમજ રવિ પાકની સિઝનમાં ૨૫૮ તાલીમમાં ૧૩,૮૯૩ ખેડુતોમોરબી તાલુકામાં ખરીફ પાકની સિઝનમાં ૪૩૭ તેમજ રવિ પાકની સિઝનમાં ૩૩૮ તાલીમમાં  ૨૧,૨૭૮ ખેડૂતોમાળિયા તાલુકામાં ખરીફ પાકની સિઝનમાં ૧૯૦ તેમજ રવિ પાકની સિઝનમાં ૧૫૭ તાલીમમાં ૮,૮૫૫ ખેડૂતોટંકારા તાલુકામાં ખરીફ પાકની સિઝનમાં ૨૪૮ તેમજ રવિ પાકની સિઝનમાં ૧૬૭ તાલીમમાં  ,૯૩૬ ખેડૂતો અને હળવદ તાલુકામાં ખરીફ પાકની સિઝનમાં ૨૦૬ તેમજ રવિ પાકની સિઝનમાં ૧૫૯ તાલીમમાં  ૨૧,૨૭૮ ખેડૂતો મળી જિલ્લામાં ખરીફ પાકની સિઝનમાં ૧૪૪૬ તાલીમમાં ૩૪,૩૦૫ તેમજ રવિ પાકની સિઝનમાં ૧૦૭૯ તાલીમમાં  ૨૮,૬૩૦ ખેડૂતો માટે તાલીમ સેશન ગોઠવી ૬૨,૯૩૫ ખેડુતોને તાલીમ આપવામાં આવી છે.






Latest News