મોરબીના માણેકવાડા ગામે 77 માં પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઇ મોરબીના વજેપર વિસ્તારમાં ખંઢેર મકાનમાંથી 36 બોટલ દારૂ અને 12 બિયરના ટીન ઝડપાયા આરોપીની શોધખોળ મોરબીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સો 33,200 ની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં તંત્ર અને કોન્ટ્રાકટરની બેદરકારીના લીધે વાહન ચાલકો હેરાન: જીવલેણ અકસ્માતની જોવાતી રાહ મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે એક્સ આર્મીમેન-આરએસએસના કાર્યકર્તાઓના હસ્તે ધ્વજવંદન ટંકારા તાલુકામાં સગી દીકરી સાથે દુષ્કર્મ આચારનારા બાપને જેલ હવાલે મોરબી કરિયાણા મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ પદે સચિનભાઈ વોરાની વરણી મોરબી નજીક જુદીજુદી બે જગ્યાએ વાહનોમાંથી 970 લિટર ડીઝલની ચોરીના ગુનામાં બે આરોપીની ધરપકડ: એકની શોધખોળ
Breaking news
Morbi Today

ટંકારાના અમરાપર રોડે ખૂંટીયા સાથે બાઇક આથડાતા યુવાનનું મોત


SHARE











ટંકારાના અમરાપર રોડે ખૂંટીયા સાથે બાઇક આથડાતા યુવાનનું મોત

ટંકારા તાલુકાનાં અમરાપર રોડ ઉપરથી યુવાન બાઇક લઈને જતો હતો ત્યારે તેના બાઈકની આડે ખૂંટિયા આવ્યો હતો જેથી કરીને ખૂંટીયા સાથે બાઇક અથડાયુ હતું અને અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં બાઇક લઈને જઇ રહેલા હજનાળી ગામના યુવાનનું મોત નીપજયું છે જે બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરી છે.

મોરબી જિલ્લાના દરેક વિસ્તારમાં રજડતા ઢોરનો ત્રાસ છે અને અવાર નવાર નાના મોટા અકસ્માતો રજડતા ઢોરના લીધે થતાં હોય છે તેવામાં મોરબીના હજનાળી ગામે રહેતો દેવશીભાઈ ઓધવજીભાઈ ધંધુકિયા (૩૫) નામનો યુવાન ટંકારાના અમરાપર રોડ ઉપરથી બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે તેના બાઈક આડે ખુટિયો આવ્યો હતો જેથી કરીને તેની સાથે બાઇક અથડાયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં ગંભીર અકસ્માત થવાથી યુવાનનું મોત નીપજયું હતું જેથી આ યુવાનના મૃતદેહને ટંકારાની હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલ છે.






Latest News