મોરબીના માણેકવાડા ગામે 77 માં પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઇ મોરબીના વજેપર વિસ્તારમાં ખંઢેર મકાનમાંથી 36 બોટલ દારૂ અને 12 બિયરના ટીન ઝડપાયા આરોપીની શોધખોળ મોરબીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સો 33,200 ની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં તંત્ર અને કોન્ટ્રાકટરની બેદરકારીના લીધે વાહન ચાલકો હેરાન: જીવલેણ અકસ્માતની જોવાતી રાહ મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે એક્સ આર્મીમેન-આરએસએસના કાર્યકર્તાઓના હસ્તે ધ્વજવંદન ટંકારા તાલુકામાં સગી દીકરી સાથે દુષ્કર્મ આચારનારા બાપને જેલ હવાલે મોરબી કરિયાણા મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ પદે સચિનભાઈ વોરાની વરણી મોરબી નજીક જુદીજુદી બે જગ્યાએ વાહનોમાંથી 970 લિટર ડીઝલની ચોરીના ગુનામાં બે આરોપીની ધરપકડ: એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાંથી હેરોઈનનો જથ્થો પકડવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ


SHARE











મોરબીમાંથી હેરોઈનનો જથ્થો પકડવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ

મોરબીની માળિયા ફાટક ચોકડી પાસે આવેલ પીકઅપ સ્ટેન્ડ પાસેથી ૧૪૯.૬૦ ગ્રામ હેરોઈનના જથ્થા સાથે બે શખ્સને એક વર્ષ પહેલા પકડવામાં આવ્યા હતા. અને તેની પાસેથી પોલીસે કુલ મળીને ૭,૬૩,૧૦૦ ની કિંમતનો મુદામાલ કબ્જે કર્યો હતો. જે ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીને હાલમાં એલસીબીની ટીમે પકડીને આરોપીને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હવાલે કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ એક વર્ષ પહેલા મોરબીની માળિયા ફાટક ચોકડી પાસે પીકઅપ સ્ટેન્ડ પાસે પોલીસે બાતમી આધારે હેરોઈનની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી કૈલાશ ગોરખારામ નાઇ નામનો શખ્સ હેરોઈનનો ૧૪૯.૬૦ ગ્રામ જથ્થા સાથે પકડાયો હતો અને પોલીસે પોલીસે ૭.૪૮ લાખનો હેરોઇનનો જથ્થો અને અન્ય મુદામાલ મળીને ૭,૬૩,૧૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપી કૈલાશ ગોરખારામ નાઈ જાતે વાળંદ તેમજ રાજેશકુમાર મોહનરામ સિયાગ જાતે જાટ રહે. બંને રાજસ્થાન વાળાને ત્યારે પકડ્યા હતા.

આ કેસની જે તે સમયે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.એમ. સગારકાને તપાસ સોપવામાં આવી હતી. આ ગુનામાં એક આરોપી છેલ્લા એક વર્ષથી પકડવાનો બાકી હતી જે આરોપી મનોહર કાલુરામ સોની (૩૫) રહે. સરનાઉ સાંચોર રાજસ્થાન વાળો રાજસ્થાનમાં જ હોવાની બાતમી મોરબી જિલ્લા પેરોલ ફર્લો સ્ક્વોડના વિક્રમસિંહ બોરાણા, રામભાઇ મંઢ અને દશરથસિંહ ચાવડાને મળી હતી જેના આધારે ત્યાં જઈને રાજસ્થાનથી તેને પકડી લાવીને આરોપીને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હવાલે કરવામાં આવેલ છે.






Latest News