મોરબી જિલ્લા રોજગાર સલાહકાર સમિતિની કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ
મોરબીમાં ખેડૂત પાસે પ્રમાણપત્ર-હક્કપત્રક માટે લાંચ લેનારા તલાટીને ચાર વર્ષની કેદની સજા
SHARE








મોરબીમાં ખેડૂત પાસે પ્રમાણપત્ર-હક્કપત્રક માટે લાંચ લેનારા તલાટીને ચાર વર્ષની કેદની સજા
મોરબીમાં ખેડૂત ખાતેદારને પ્રમાણપત્ર અને હક્કપત્રકની ટાઇટલ ક્લીયર માટે જરૂર હતી જે આપવા માટે તલાટીએ તેની પાસેથી 50 હજારની લાંચ માંગી હતી અને અરજદારે એસીબીમાં ફરિયાદ કરી હતી જેના આધારે એસીબીએ છટકું ગોઠવીને લાંચ લેતા તલાટીને ઝડપી લીધેલ હતો જે કેસ મોરબીની સ્પેશિયલ એસીબી કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં સરકારી વકીલો દ્વારા કરવામાં આવેલ દલીલો અને આધાર પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપીને ચાર વર્ષની સજા અને 20 હજારનો દંડ કરેલ છે.
મોરબીના સામાકાંઠે હાઉસિંગ બોર્ડમાં રહેતા જયંતીલાલ વલ્લભદાસ રાવલ નામના અરજદારે તેની નવા સાદુળકા ગામે આવેલ જમીન વર્ષ 2011 માં વેચાણ કરવી હતી જેથી તેને હક્કપત્રક ટાઇટલ ક્લીયર નોંધ આપવા તેમજ જમીન ખરીદવા માટે ખેડૂત ખાતેદાર હોવાનું પ્રમાણપત્રની જરૂર હતી જેથી તેને સાદુળકા ગામના તે સમયના તલાટી પીતાંબરભાઈ પ્રભુભાઈ બાપોદરિયાનો સંપર્ક કર્યો હતો અને તેને કહ્યું હતું કે, તેઓને હોન્ડા લેવું છે જેથી 50 હજારની લાંચ માંગી હતી અને અરજદાર જયંતિલાલે એસીબીમાં ફરિયાદ કરી હતી જેથી એસીબીએ છટકું ગોઠવીને આરોપી પીતાંબરભાઈ બાપોદરિયાને લાંચ લેતા ઝડપી લીધા હતા અને તેનો ગુનો નોંધાયો હતો જે કેસ મોરબીની સ્પેશિયલ એસીબી કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાની તેમજ મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ દવેની ધારદાર દલીલો તેમજ 7 મૌખિક અને 42 દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઇને કોર્ટે આરોપી પીતાંબરભાઈ પ્રભુભાઈ બાપોદરિયાને ચાર વર્ષની સજા અને 20 હજારનો દંડ કરવાનો હુકમ કર્યો છે.
