મોરબીમાં ખેડૂત પાસે પ્રમાણપત્ર-હક્કપત્રક માટે લાંચ લેનારા તલાટીને ચાર વર્ષની કેદની સજા
મહર્ષિ દયાનંદજીની જન્મભૂમિ ટંકારામા શ્રી સરસ્વતી શિશુમંદિરનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો
SHARE
મહર્ષિ દયાનંદજીની જન્મભૂમિ ટંકારામા શ્રી સરસ્વતી શિશુમંદિરનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો
ટંકારા મહર્ષિ દયાનંદજીની જન્મભૂમિમાં શિશુમંદિરનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતી જેમાં ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા, વિદ્યાભારતી ગુજરાતના ઉપાધ્યક્ષ અપૂર્વભાઈ મણિયાર, જયંતિભાઈ રાજકોટિયા, ભવાનભાઈ ભાગીયા, જગદીશભાઈ પનારા, જગદીશભાઈ કણસાગરા વગેરે હાજર રહ્યા હતા આ તકે મોરબી શિશુમંદિરના નિયામક સુનિલભાઈ પરમારે કહ્યું કે મહર્ષિ દયાનંદની આ જન્મભૂમિ ઘણા વર્ષોથી આવા દિવ્યકાર્યની રાહ જોતી હતી. જે આજે શરૂ કરી રહ્યા છીએ. આ કાર્યક્રમના મુખ્ય વક્તા અપૂર્વભાઈ મણિયારે તેમના વક્તવ્યમાં કહ્યું હતું કે, આજે રોપાયેલું બીજ ભવિષ્યમાં ઘટાદાર વૃક્ષ બની ફળ-ફૂલ અને છાંયડો આપશે. ૧૯૫૨માં ગોરખપૂરમાં પ્રથમ શિશુમંદિરથી શરૂ થયેલું આ કાર્ય આજે પૂરા દેશમાં ફેલાયેલું છે. અને રાષ્ટ્રપ્રત્યેનું ઋણ ચૂકવે તેવા વિદ્યાર્થીઓ નિર્માણ કરીને ભારતને વિશ્વગુરુ બનાવવો તે શિશુમંદિરનો ઉદેશ છે. આ તકે ધારાસભ્ય દુર્લભજીભાઈએ શિશુમંદિરોને તન-મન-ધનથી સહયોગ આપવાની ખાતરી આપી હતી.