મોરબીનાં રાજકીય અગ્રણીએ રાજકોટ-દેહરાદૂન ફ્લાઇટ ચાલુ કરવા કરી રજૂઆત
SHARE









મોરબીનાં રાજકીય અગ્રણીએ રાજકોટ-દેહરાદૂન ફ્લાઇટ ચાલુ કરવા કરી રજૂઆત
મોરબી લોહાણા સમાજના યુવા અગ્રણી તેમજ જિલ્લા બિલ્ડર એસોસિયેશનનાં ઉપપ્રમુખ અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના યુવા મોરચાના કારોબારી સભ્ય રૂચિરભાઈ કારીયા દ્વારા તા.૪-૭-૨૦૨૪ નાં રોજ ઇમેઇલ તેમજ ફોન દ્વારા સૌરાષ્ટ્રનાં તમામ સાંસદો અને ઉડ્યન મંત્રી કિંજરપુ રામમોહન નાયડુને રજૂઆત કરવામાં આવી હતી કે, સૌરાષ્ટ્રભરમાંથી ઘણા હિન્દુ લોકો ધર્મયાત્રા માટે હરિદ્વાર તેમજ ચારધામ યાત્રા અર્થે જતા હોય છે ત્યારે હરીદ્વારનુ નજીક દેહરાદૂન એરપોર્ટ આવેલ છે ત્યાં માટે જવા માટે અમદાવાદ ફરજિયાત જવું પડતું હોય છે અને યાત્રાળુઓને મુશ્કેલી પડતી હોય છે જો રાજકોટથી દેહરાદૂન ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થાય તો ઘણા હિન્દુ યાત્રાળુઓને યાત્રાનો સમય ઘટી જાય તેમ છે અને આ રજૂઆતને ધ્યાને લઈ ભારત સરકારનાં પૂર્વ મંત્રી અને હાલ રાજકોટનાં સાંસદ પરસોતમભાઈ રૂપાલાએ ઉડ્યન મંત્રી પાસે રાજકોટ - દેહરાદૂન વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટની માંગણી કરવામાં આવી છે.
