વાંકાનેરમાંથી ઝડપાયેલ જાલી નોટના ગુનામાં એક આરોપીને ૧૦ વર્ષની સજા, ૧.૭૦ લાખનો દંડ
મોરબીના પીપળીયા ગામે જૂના કેસમાં સમાધાન કરવાનું કહીને મોટાભાઇએ નાનાભાઇ ઉપર છરા વડે કર્યો હુમલો
SHARE









મોરબીના પીપળીયા ગામે જૂના કેસમાં સમાધાન કરવાનું કહીને મોટાભાઇએ નાનાભાઇ ઉપર છરા વડે કર્યો હુમલો
મોરબી તાલુકાના જુના પીપળીયા ગામે રહેતા આધેડને તેના મોટા ભાઈની સાથે અગાઉ જમીન બાબતે ઝઘડા થયો હતો જેનો કેસ કરેલ છે તેના સમાધાન માટે આધેડના મોટાભાઈએ અવારનવાર કહ્યું હતું જો કે, આધેડે સમાધાન કરવાની ના પાડી હતી જે બાબતનો ખાર રાખીને તેની સાથે જપાજપી કરી ગાળો આપી હતી અને તેની પાસે રહેલ છરા વડે હુમલો કર્યો હતો અને આધેડને હાથે અને ગળા પાસે ઇજા કરી હતી જેથી આધેડને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં બાદ તેને પોતાના જ મોટાભાઈની સામે વધુ એક ફરિયાદ નોંધાવેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના પીપળીયા ગામે રહેતા ગોવિંદસિંહ નરવીરસિંહ જાડેજા જાતે દરબાર (51)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના જ મોટાભાઇ મહિપતસિંહ નરવીરસિંહ જાડેજા રહે. પીપળીયા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે અગાઉ આરોપીએ તેની સાથે ઝઘડો કર્યો હતો અને તે બાબતનો કેસ કરેલ છે જો કે, તે કેસમાં સમાધાન કરવા માટે આરોપીએ અવારનવાર કહ્યું હતું પરંતુ ફરિયાદીએ સમાધાન કરવાની ના પડી હતી જે બાબતનો ખાર રાખીને આરોપીએ ફરિયાદી સાથે જપાજપી કરી હતી અને ગાળો આપીને પોતાની પાસે રહેલ લોખંડના છરા વડે તેના ઉપર હુમલો કર્યો હતો અને ત્યારે ફરિયાદીને ડાબા હાથે તથા ડોકમાં ડાબી બાજુએ ઇજા કરી હતી. જેથી ઇજા પામેલ આધેડને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ તેણે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ ફરિયાદી અને આરોપી બંને સગા ભાઈ છે અને તેઓને જમીન બાબતનો પ્રશ્ન હોય અગાઉ તે બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો. ત્યારે કેસ કર્યો હતો જે કેસમાં સમાધાન કરવાની વાતને લઈને હાલમાં મોટાભાઈએ નાનાભાઈ ઉપર હુમલો કરેલ છે
