મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાંથી ઝડપાયેલ જાલી નોટના ગુનામાં એક આરોપીને ૧૦ વર્ષની સજા, ૧.૭૦ લાખનો દંડ


SHARE

















વાંકાનેરમાંથી ઝડપાયેલ જાલી નોટના ગુનામાં એક આરોપીને ૧૦ વર્ષની સજા, ૧.૭૦ લાખનો દંડ

વાંકાનેરમાં ઘરમાં રેડ કરીને અલગ અલગ દરની ૭૧ હજારની જાલી નોટ પકડવામાં આવી હતી અને ત્યારે બે મહિલાઓ સહીત ત્રણ આરોપી પકડાયા હતા તેની સામે ગુનો પણ નોંધવામાં આવ્યો હતો જે કેસ કોર્ટમાં ચાલી ગયો હતો તેમાં એક આરોપીને ૧૦ વર્ષની સજા કરવામાં આવી છે અને બે મહિલાને શંકાનો લાભ આપીને છોડી મુકવામાં આવી છે.

આ કેસની સરકારી વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ વાંકાનેરમાં રહેતા આરોપી સલમાબેન અબ્દુલભાઈ દલપોત્રાને જામનગર પોલીસે અટક કર્યા હતા અને વર્ષ ૨૦૧૨ માં જામનગર એલસીબી ટીમ વાંકાનેર આવી હતી ત્યારે વાંકાનેરના ગઢની રાંગ નજીક મકાનમાં તપાસ કરતા આરોપી અબ્દુલ પાસે રહેલ પર્સમાંથી ૧,૦૦૦ ના દરની જાલી ૧૪ નંગ નોટ, આરોપી અંજુમન આરાબીબી યાશીન શેખના પેન્ટના પાછળના ખિસ્સામાં રહેલ પાકીટમાંથી ૧,૦૦૦ ના દરની જાલી ૭ નંગ નોટ અને આરોપી સલમાબેનના મકાનમાં રૂમમાં પલંગના ગાદલા નીચેથી ૧,૦૦૦ ના દરની જાલી ૫૦ નંગ નોટ મળી હતી જેથી કરીને કુલ ૭૧,૦૦૦ ની જાલી નોટ કબજે કરી હતી અને અસલી નોટ ૪.૭૮ લાખ ની મળી આવી હતી અને જાલી નોટ બજારમાં વટાવી ખરીદ કરેલ સામાન કુલ કીમત ૧૫ હજાર અને સોના ચાંદીના દાગીના સહીત કુલ ૭,૭૭,૧૩૮ નો મુદામાલ કબજે કર્યો હતો અને વાંકાનેર સીટી પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો

આ કેસ મોરબીના એડીશનલ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં જીલ્લા સરકારી વકીલ વિજયકુમાર જાની, મદદનીશ સરકારી વકીલ નીરજભાઈ કારીઆ અને સંજયભાઈ દવે દ્વારા દલીલ કરવામાં આવી હતી તેમાં ૨૪ મૌખિક અને ૪૭ દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવ્યા હતા. જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી અબ્દુલ જમાલભાઈ દલપોત્રાને કસુરવાન ઠેરવ્યો હતો જો કે, બંને મહિલા આરોપી સલમાબેન ઉર્ફે સલીમાંબેન ઉર્ફે આંટી ઉર્ફે મમ્મી ઉર્ફે માયા અબ્દુલ જમાલભાઈ દલપોત્રા અને આરોપી અંજુમન આરાબીબી યાશીનઅલી વાજીદઅલી શેખને શંકાનો લાભ આપી છોડી મુકવાનો આદેશ કર્યો છે આ ગુનામાં આરોપી અબ્દુલ જમાલભાઈ દલપોત્રાને ૧૦ વર્ષની કેદની સજા અને ૧.૭૦ લાખનો દંડ જુદીજુદી કલમ હેઠળ કરેલ છે.




Latest News