મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડે ઉમિયા પાર્ક સોસાયટીમાંથી યુવાન ગુમ


SHARE





મોરબીના વાવડી રોડે ઉમિયા પાર્ક સોસાયટીમાંથી યુવાન ગુમ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ઉમિયા પાર્ક સોસાયટીમાં રહેતો યુવાન કોઈ કારણોસર ગુમ થઈ ગયેલ છે જેથી કરીને હાલમાં ગુમ થયેલા યુવાનના પત્ની દ્વારા ગુમસુધા ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે યુવાનની શોધખોળ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મળે મહેસાણા જિલ્લાના ગોદલા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ઉમિયા પાર્ક સોસાયટીમાં રહેતા ભાવેશભાઈ ચંદુભાઈ પટેલ (42) નામનો યુવાન કોઈ કારણોસર ગત તા. 29/7 ના સાંજના પાંચેક વાગ્યાના અરસામાં ઘરે કોઈને કશું કર્યા વગર ગુમ થઈ ગયેલ છે અને ઘરમેળે તેની શોધખોળ કરવા છતાં તેનો કોઈ જગ્યાએથી પત્તો લાગેલ નથી. જેથી હાલમાં ગુમ થયેલ યુવાનના પત્ની આશાબેન ભાવેશભાઈ પટેલ (39) રહે. હાલ ઉમિયા પાર્ક સોસાયટી વાવડી રોડ મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુમસુધા ફરિયાદ આપેલ છે જેના આધારે પોલીસે ગુમ થયેલા યુવાનની શોધખોળ હાથધરી છે.

દેશી દારૂ

મોરબી તાલુકાના થોરાળા ગામના પાટિયે નાલાની નીચે દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી 22 લિટર દેશી દારૂના જથ્થા સાથે કાદર પીરમામદ કટિયા જાતે મિયાણા (22) રહે. નવલખી રોડ રણછોડનગર સાઈબાબા મંદિર વાળી શેરી મોરબી વાળો મળી આવ્યો હતો જેથી કરીને રોકડા રૂપિયા 5650 અને 440 ની કિંમતનો દારૂ આમ કુલ મળીને 6090 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેણે આ દારૂનો જથ્થો સીદીકભાઈ પીરમામદ કટીયા જાતે મિયાણા (22) રહે. નવલખી રોડ રણછોડ નગર સાઈબાબા મંદિર પાસે મોરબી વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવતા પોલીસે બંનેની ધરપકડ કરીને બંને સામે ગુનો નોંધીને કાર્યવાહી કરેલ છે.




Latest News