ટંકારાના લજાઈ ગામે શ્રી દેવદયા માધ્યમિક શાળામાં ગણિત ક્વિઝ યોજાઇ
SHARE
ટંકારાના લજાઈ ગામે શ્રી દેવદયા માધ્યમિક શાળામાં ગણિત ક્વિઝ યોજાઇ
વિદ્યાર્થીઓને ગણિત વિષયનો ડર દૂર થાય તેમજ ગણિત વિષય સૌથી ગમતો વિષય બને અને ગણિતના પૂર્વ જ્ઞાનની સમજણ રમતા રમતા આવડે અને સરકારી ભરતીમાં ગણિત કેવા પ્રશ્નો પુછાય તેની સમજણ સરળતાથી વિદ્યાર્થીઓને આવે તે માટે શાળાના આચાર્ય એન.આર. ભાડજા, વિજ્ઞાન શિક્ષક કૈલાભાઈ, કુંજલબેન કુબાવત, અનુરસબેન અને શાળા પરિવારની મહેનતથી શાળામાં એક એકદમ રસપ્રદ ગણિત ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર શાળાના બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો અને તેમાંથી પાંચ ટીમો વચ્ચે પ્રોજેક્ટર ઉપર કોપ્યુટર વડે ગણિત ક્વિઝ રમાડવામાં આવી હતી જેમાં 50 જેટલા સરપ્રાઈઝ ઇનામો અને પાંચ ટીમોને જુદા જુદા ઈનામો આપવામાં આવ્યા હતા આ ક્વિઝથી વિધાર્થીઓને જુદા જુદા 100 જેટલા પ્રશ્નો વિશે સમજણ મળી હતી.