માળીયા (મી) નજીક રોડ ક્રોસ કરતાં માતા-પુત્રને આઇસરના ચાલકે હડફેટે લેતા મહિલાનું મોત: દીકરાનો પગ કપવો પડ્યો મોરબીના વિદ્યુતનગરમાં મહિલાએ અકળ કારણોસર જીવન ટૂંકાવ્યું મોરબીની અવની ચોકડીએ એપાર્ટમેન્ટની અગાસીએ કપડાં સુકવતા સમયે નીચે પટકાતાં વૃદ્ધાનું મોત ટંકારાના વીરપર ગામે પથરીવસ થઈ ગયેલ સાસુની સેવા કરતી પરિણીતાએ ડિપ્રેશનમાં આવીને અણધાર્યું પગલું ભર્યું માળિયા (મી)ના સરવડ ગામે વાજતે ગાજતે CISF ની સાયકલ યાત્રાનું સ્વાગત-સન્માન કરાયું વાંકાનેરના સરતાનપર નજીક કારખાનાની પાછળ પાણીના તલાવડામાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબીમાં મનપાની ઢોર પકડ ટીમે પકડેલી ગાયને છોડવી જવા માટે બે શખ્સોએ કરી માથાકૂટ: જાનથી મારી નાખવાની આપી ધમકી મોરબી જિલ્લા યુવક કોંગ્રેસની પ્રથમ કારોબારી યોજાઇ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉપર ફોકસ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં હર ઘર તિરંગા યાત્રા ના આયોજન માટે કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠેક યોજાઈ


SHARE











મોરબી જિલ્લામાં હર ઘર તિરંગા યાત્રા ના આયોજન માટે કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠેક યોજાઈ

આગામી ૧૦ થી ૧૩ ઓગસ્ટ દરમિયાન યોજાનારી હર ઘર તિરંગા યાત્રાના આયોજન અંગેની બેઠક કલેકટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને  યોજાઈ હતી. અને મોરબી કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલી આ બેઠકમાં કલેક્ટરએ મોરબીના નાગરિકોમાં દેશદાઝની ભાવના ઉજાગર થાય તેવું આયોજન કરવા અનુરોધ કર્યો હતો.‌

તિરંગા યાત્રામાં શાળાના બાળકો દેશભક્તિ પ્રદર્શિત કરતી વેશભૂષા ધારણ કરે, માનવ સાંકળની રચના, ચિત્ર-નિબંધ-રંગોળી સ્પર્ધા, ઢોલ અને છત્રી સાથેના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થાય, તે સુનિશ્ચિત કરવા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું. ફ્લેગ કોડની જોગવાઇનું ચુસ્તપણે પાલન થાય, નાગરિકો ભાતીગળ પહેરવેશમાં ઉપસ્થિત રહે, તથા મોરબી જિલ્લાના અને શહેરના વધુમા વધુ નાગરિકો આ યાત્રામાં સામેલ થાય, તેવું આયોજન કરવા કલેક્ટરએ સૂચના આપી હતી.

ગ્રામ્ય વિસ્તારો, સરકારી કચેરીઓ, મહાનગરપાલિકા અને નગરપાલિકા, સહકારી મંડળીઓ, દૂધ ઉત્પાદક મંડળીઓ, ઔદ્યોગિક એકમો, એ.પી.એમ.સી., ઘર, દુકાન તથા અન્ય વિસ્તારોમાં વધુમાં વધુ સ્થળોએ ત્રિરંગો લહેરાવી શકાય, તે અંગેની વ્યવસ્થા ગોઠવવા નિવાસી અધિક કલેકટરશ્રીએ ઉપસ્થિતોને જણાવ્યું હતું. રાષ્ટ્રધ્વજની આમન્યા જળવાય તથા પુરા સન્માન સાથે ત્રિરંગો મહત્તમ જગ્યાઓએ લહેરાય, તેવું આયોજન કરવા પણ તેમણે વિશેષ ભાર મૂક્યો હતો. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, નિવાસી અધિક કલેકટર એસ.જે. ખાચર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી, સહિતના હાજર રહ્યા હતા






Latest News