સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબી પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને સ્વતંત્રતા પર્વની ઉજવણી અંગે સમીક્ષા બેઠક યોજાઈ


SHARE

















મોરબી પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને સ્વતંત્રતા પર્વની ઉજવણી અંગે સમીક્ષા બેઠક યોજાઈ

આગામી ૧૫ ઓગસ્ટના રોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય પર્વ એવા સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે મોરબી જિલ્લામાં સ્વતંત્રતા પર્વની ઉમંગભેર ઉજવણી થાય અને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સવિશેષ બની રહે તેવા હેતુથી જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર સંબંધિત વિભાગના અધિકારી/કર્મચારીઓ સાથે કાર્યક્રમની ઉજવણીની પૂર્વ તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજી હતી.


આ બેઠકમાં સંબંધિત વિભાગ દ્વારા કરવામાં આવેલી અત્યાર સુધીની તમામ તૈયારીઓની વિગતો મેળવી પ્રાંત અધિકારીએ સાંસ્કૃતિક કાર્યક્રમ, વિવિધ પરેડ પ્લાટુન, સુશોભન અને શણગાર, આંતરાષ્ટ્રીય કક્ષાએ વિજેતા ખેલાડીઓના સન્માન સહિતના મુદ્દાઓની સમીક્ષા કરી હતી. વધુમાં તેમણે સ્વતંત્રતા પર્વની ઉજવણી અન્વયે જિલ્લામાં સ્વચ્છતા અભિયાન ચલાવવા તેમજ જિલ્લાની મહત્વની તમામ સરકારી કચેરીઓને રોશની અને શણગારથી સજાવવા પણ જણાવ્યું હતું.  આ બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારી કર્મચારીઓ દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી પૂર્વ તૈયારીઓની છણાવટ કરી આગળના આયોજનની વિગતવાર માહિતી રજૂ કરી હતી.



Latest News