મોરબી પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને સ્વતંત્રતા પર્વની ઉજવણી અંગે સમીક્ષા બેઠક યોજાઈ
મોરબીમાં ૧૮ ઓગસ્ટે સાર્થક વિદ્યા મંદિર ખાતે જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ યોજાશે
SHARE









મોરબીમાં ૧૮ ઓગસ્ટે સાર્થક વિદ્યા મંદિર ખાતે જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ યોજાશે
ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, મોરબી દ્વારા આગામી દિવસોમાં તાલુકા તથા જિલ્લા કક્ષા યુવા ઉત્સવ યોજવામાં આવનાર છે.
જે અન્વયે વાંકાનેર તાલુકો કક્ષાનો યુવા ઉત્સવ તા. ૭/૮/૨૦૨૪ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે મોહમ્મદી લોકશાળા-ચંદ્રપુર ખાતે, હળવદ તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ તા. ૮/૮/૨૦૨૪ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે શરણેશ્વર મહાદેવની વાડી-હળવદ ખાતે, ટંકારા તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ તા. ૯/૮/૨૦૨૪ ના રોજ બપોરે ૦૨:૦૦ કલાકે નાલંદા વિદ્યાલય-વીરપર ખાતે, માળિયા (મીં) તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ તા. ૧૦/૮/૨૦૨૪ ના રોજ સવારે ૦૮:૩૦ કલાકે મોડેલ સ્કૂલ-મોટીબરાર ખાતે તેમજ મોરબી તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ તા, ૧૧/૮/૨૦૨૪ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે સાર્થક વિદ્યામંદિર-મોરબી ખાતે યોજાશે.
જ્યારે મોરબી જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ તા. ૧૮/૮/૨૦૨૪ ના રોજ સવારે ૦૮:૦૦ લાકે સાર્થક વિદ્યામંદિર-મોરબી ખાતે યોજાશે.આ સ્થળ, તારીખ તથા સમયે જે-તે તાલુકા કક્ષાની સ્પર્ધા માટે સ્પર્ધાના સ્થળે ઉપસ્થિત રહેવાનુ રહેશે. તાલુકા કક્ષાએ વિજેતા થયેલ પ્રથમ ક્રમાંકના સ્પર્ધકે જિલ્લા કક્ષાએ યોજાનાર સ્પર્ધામાં ભાગ લેવા માટે તા. ૧૮/૮/૨૦૨૪ ના રોજ સવારે ૮:૦૦ લાકે સાર્થક વિદ્યામંદિર-મોરબી ખાતે ઉપસ્થિત રહેવાનું રહેશે જેની ખાસ નોંધ લેવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.
