મોરબીના ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ અને સાંસદ સહિતનાએ પ્રધાનમંત્રીને રૂબરૂ અભિનંદન પાઠવ્યા
ટંકારા પોલીસે બે બાઇક-વાંકાનેર સિટી પોલીસે એક ગાડી અને પાકીટ મૂળ મલીકને પાછા આપ્યા
SHARE
ટંકારા પોલીસે બે બાઇક-વાંકાનેર સિટી પોલીસે એક ગાડી અને પાકીટ મૂળ મલીકને પાછા આપ્યા
વાંકાનેર સિટી વિસ્તારની અંદર લોકોના ખોવાયેલા મોબાઇલ, પાકીટ વગેરે અન્ય વસ્તુઓને શોધવા માટે થઈને અરજી લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતી હોય છે દરમિયાન જે ખોવાયેલ ચીજ વસ્તુઓ મળી આવે તે તેના મૂળ માલિકોનો પરત કરવામાં આવતી હોય છે તેવી જ રીતે એક વ્યક્તિનું પાકીટ ખોવાઈ ગયેલ હતું અને તેમાં તેના ઓરીજનલ ડોક્યુમેન્ટ અને રોકડા રૂપિયા ભરેલ હત અતે પાકીટ પોલીસે શોધી કાઢીને મૂળ માલિકને પરત કર્યું હતું. તો વાંકાનેર શહેરી વિસ્તારની અંદર રહેતા એક વ્યક્તિ પાસેથી સ્વિફ્ટ ગાડી નંબર જીજે 36 એએલ 4714 સામે વાળાએ ભાડા કરાર કરીને મેળવી હતી અને ત્યારબાદ કાર પરત ન આપતા તે અંગેની અરજી કારના માલિક દ્વારા વાંકાનેર શહેર પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવી હતી જેથી પીઆઇ એચ.વી. ઘેલા ના માર્ગદર્શક હેઠળ તપાસ કરીને ભાડા કરાર કરીને કારને લઈ ગયેલ વ્યક્તિ પાસેથી પાછી મેળવીને તેને મૂળ માલિકને પરત સોંપવામાં આવી છે આવી જ રીતે ટંકારામાં બે મોટરસાયકલ બિન વરસી મળી આવ્યા હતા જેથી કરીને પોલીસ દ્વારા તે બંને મોટરસાયકલ નંબર જીજે 36 કયું 4859 ના મૂળ માલિક ગંભીરસિંહ દોલતસિંહ સગર રહે. હડમતીયા તાલુકો ટંકારા તથા બાઈક નંબર જીજે 3 એફપી 3187 ના મૂળ માલિક યોગેશભાઈ જમનભાઈ પાનસુરીયા રહે. સ્વાતિ પાર્ક-3 બ્લોક નં- 117 કોઠારીયા રોડ રાજકોટ વાળાને પરત આપેલ છે આમ મોરબીના જુદા જુદા વિસ્તારની અંદર કોઈ વ્યક્તિના વાહન કે અન્ય કોઈ વસ્તુ ખોવાઈ કે ચોરાઈ ગયેલ હોય તો તેને પોલીસ દ્વારા શોધી કાઢીને મૂળ માલિકને પરત આપવામાં આવતી હોય છે. અને પોલીસ પ્રજાનો મિત્ર છે. તે ઉક્તિ પોલીસે સાર્થક કરવામાં આવી રહી છે.