મોરબીમાં ઘુટુ રોડ ઉપર ભંગારના ડેલામાંથી 322 કિલો તાંબા અને પિત્તળનો શંકાસ્પદ જથ્થો કબજે: તપાસ શરૂ
મોરબીમાં સાંસદો-ધારાસભ્યોની હાજરીમાં તિરંગા યાત્રા યોજાઇ: 300 ફૂટ લાંબો તિરંગો બન્યો આકર્ષણનું કેન્દ્ર
SHARE
મોરબીમાં સાંસદો-ધારાસભ્યોની હાજરીમાં તિરંગા યાત્રા યોજાઇ: 300 ફૂટ લાંબો તિરંગો બન્યો આકર્ષણનું કેન્દ્ર
ગુજરાતના દરેક જિલ્લા અને સમગ્ર દેશની અંદર આજે સ્વાતંત્ર પર્વની ઉજવણી પૂર્વે તિરંગા યાત્રાનું ઠેર ઠેર આયોજન કરવામાં આવ્યું છે અને હર ઘર તિરંગાના સૂત્ર સાથે લોકો આમાં મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે ત્યારે જો મોરબીની વાત કરીએ તો મોરબી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી આજે મોરબી શહેરમાં તિરંગા યાત્રાનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં મોરબી કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા. કે.એસ.અમૃતીયા અને નરેન્દ્રસિંહ ઝાલા તેમજ ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. તે ઉપરાંત મોરબી જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી, મોરબીના એસપી રાહુલ ત્રિપાઠી, મોરબી જિલ્લાના અધિક કલેકટર એસ.જે. ખાચર તેમજ મોરબી જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને આ તિરંગા યાત્રા મોરબીના પોલીસ ગ્રાઉન્ડ ખાતેથી શરૂ કરવામાં આવી હતી અને ત્યાંથી મોરબીના જેલ રોડ, શાકમાર્કેટ ચોક, ગાંધી ચોક, રવાપર રોડ, બાપાસીતારામ ચોક અને ત્યાંથી સનાળા રોડ ઉપર નવા બસ સ્ટેશનની સામે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતે આ તિરંગા યાત્રાને પૂર્ણ કરવામાં આવી હતી અને ખાસ કરીને આ તિરંગા યાત્રામાં 300 ફૂટ લાંબો તિરંગો લઈને પોલીસ જવાનો નીકળ્યા હતા જે મોરબીના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું