મોરબીમાં શ્રાવણ મહિનાના બીજા સોમવારે પણ ગરીબ બાળકોને દૂધપાક-પૂરી ભરપેટ જમાડયા
મોરબી જિલ્લામાં 630 સ્કૂલ વાહનોનું ચેકીંગ કરતાં 13 વાહન ડિટેઇન, 33ને દંડ
SHARE
મોરબી જિલ્લામાં 630 સ્કૂલ વાહનોનું ચેકીંગ કરતાં 13 વાહન ડિટેઇન, 33ને દંડ
મોરબી જીલ્લામાં તા.૫ થી ૧૦ ઓગસ્ટ સુધી “સ્કુલ વાહન સ્પેશીયલ ચેકિંગ ડ્રાઇવ” નું આયોજન કરવામા આવ્યું હતું જેમાં પ્રાઇવેટ પાર્સિંગ, પરમીટ, ફિટનેસ ટેસ્ટ સર્ટીફિકેટ, ફર્સ્ટ એઇડ કીટ, ફાયર એક્સટિંગ્વિશર, લાયસન્સની ચકાસણી કરવા અને ટ્રાફિક નિયમો તથા આર.ટી.ઓ.ના નિયમોનું ઉલ્લઘન કરતા સ્કુલ વાહનના ચાલકોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ડ્રાઇવ દરમ્યાન કુલ મળીને 630 જેટલા વાહનોને ચેક કરવામાં આવ્યા હતા અને ટ્રાફિક નિયમોનો ભંગ કરતાં ૩૩ સ્કુલ વાહન ચાલકોને 38,000 નો દંડ કરવામાં આવ્યો હતો. અને 13 સ્કુલ વાહનો ડીટેઇન કરવામાં આવ્યા હતા.