મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન મોરબી જીલ્લાની 349 ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે અનામત બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા રવિવારે સ્નેહ મિલન-સંગીત સંધ્યાનું આયોજન મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની ૨૨૭ મી જન્મજયંતિએ પંચવિધ કાર્યક્રમનું આયોજન કચ્છના સુખપર (રોહા) ખાતે સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સ્નેહમિલન-ડાયરાનો કાર્યક્રમ યોજાયો મોરબી જીલ્લામાં ઉદ્યોગ સાહસિકોને વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ નું માર્ગદર્શન અને સહાય-સબસિડીની માહિતી આપવા માટે સેમિનાર યોજાયો મોરબીના ટીંબડી ગામના સોલંકી પરિવાર માટે ડો. આંબેડકર આવાસ યોજના બની આશીર્વાદ મોરબી: રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ (NFSA) અંતર્ગત પાત્ર પરિવારોને રાહતદરે અનાજનો લાભ
Breaking news
Morbi Today

વાંકાનેરના કોઠારીયા ગામે ગાડા માર્ગ ઉપર ઢોરને સાઇડમાં લેવાનું કહેતા વૃદ્ધ ઉપર પાઇપ વડે હુમલો, જાનથી મારી નાખવાની ધમકી


SHARE































વાંકાનેરના કોઠારીયા ગામે ગાડા માર્ગ ઉપર ઢોરને સાઇડમાં લેવાનું કહેતા વૃદ્ધ ઉપર પાઇપ વડે હુમલો, જાનથી મારી નાખવાની ધમકી

વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે રહેતા વૃદ્ધ ગાડું લઈને ગાડા માર્ગ ઉપરથી જઈ રહ્યા હતા ત્યારે ગાય અને ભેંસ લઈને જઈ રહેલા વ્યક્તિ ધીમે ધીમે ચાલતા હોય ગાડું ચાલે તેટલો રસ્તો કરી આપવા કહ્યું હતું અને ઢોરને સાઈડમાં લેવા માટે વૃદ્ધે કહેતા ઢોર લઈને જઈ રહેલા શખ્સને તે સારું લાગ્યું ન હતું જેથી તેને લોખંડના પાઇપ વડે વૃદ્ધને માથામાં માર મારીને ઈજા કરી હતી અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે. જેથી ભોગ બનેલ વૃદ્ધે સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા અબ્દુલભાઈ અમીભાઇ શેરસીયા (70)એ હાલમાં જયરાજસિંહ કરણસિંહ ઝાલા રહે. કોઠારીયા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, કોઠારીયા ગામથી ટંકારા જતા રોડ ઉપર શીતળા માતાની ડેરી વાળા કાચા રસ્તે ગાડા માર્ગ ઉપરથી ફરિયાદી પોતાનું ગાડું લઈને જતા હતા ત્યારે આગળ ગાડા માર્ગમાં જયરાજસિંહ તેની ગાયો અને ભેંસો લઈને જતા હતા અને ધીમે ધીમે ચાલતા હોય ફરિયાદીને આગળ જવા માટે ગાડું ચાલે તેટલો રસ્તો કરી આપવા ઢોરને સાઈડમાં લેવા માટે કહ્યું હતું જે તેને સારું લાગ્યું ન હતું જેથી સામે વાળાએ લોખંડના પાઇપ વડે ફરિયાદીને માથામાં માર મારીને ઇજા કરી હતી અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા સારવાર લેવામાં આવ્યા બાદ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.












Latest News