મોરબીમાં સીએમના આગમન પહેલા વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસ અને આપના આગેવાનોની અટકાયત મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી શહેર, તાલુકા અને માળીયામાં જુગારની ચાર રેડ: સાત મહિલા સહિત 19 પકડાયા


SHARE













મોરબી શહેર, તાલુકા અને માળીયામાં જુગારની ચાર રેડ: સાત મહિલા સહિત 19 પકડાયા

મોરબી શહેર અને તાલુકા તેમજ માળીયા તાલુકામાં જુગારની ચાર રેડ કરી હતી ત્યારે કુલ મળીને સાત મહિલા સહિત 19 વ્યક્તિઓને પકડવામાં આવ્યા હતા અને તેની પાસેથી 39,920 ની રોકડ કબજે કરીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીની ઉમા ટાઉનશીપમાં પટેલ હાઇટ્સની પાછળના ભાગમાં લીમડાના ઝાડ નીચે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે એલસીબીની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી જયંતીલાલ ગોરધનભાઈ મકવાણા (67), દુર્લભજીભાઈ લાલજીભાઈ લોરીયા (58), રવજીભાઈ ચતુરભાઈ લોરીયા (68), પ્રફુલભાઈ છગનભાઈ હાંસલિયા (64), શાંતિલાલ મલ્લુભાઈ ચાપાણી (55) અને કાનજીભાઈ આંબાભાઈ છત્રોલા (60) રહે બધા ઉમા ટાઉનશીપ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી 30,750 ની રોકડ કબજે કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

મહિલાઓ પકડાઈ

મોરબી તાલુકાના ધરમપુર ગામે જાહેરમાં શેરીમાં જુગાર રમતા હોવા અંગેની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી. ત્યારે સ્થળ ઉપરથી સરોજબેન ચંદુભાઈ સાંતોલા (47), ટીનુંબેન મુકેશભાઈ કણસાગરા (30), કાજલબેન વિપુલભાઈ કણસાગરા (25) રહે. ત્રણેય ધરમપુર દયાબેન કરસનભાઈ ઉપસરીયા (56), દક્ષાબેન હિતેશભાઈ સનુરા (28), માયાબેન નિલેશભાઈ પંચાસરા (24) અને સરોજબેન રમેશભાઈ ઉપસરિયા (25) રહે. ચારેય જાંબુડીયા વાળા સહિતનાઓને પકડીને પોલીસે તેની પાસેથી 800 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શનાળા રેડ

મોરબીના શનાળા ગામે મંદિર પાસે જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા ઉદય નરશીભાઈ આલડિયા, વિનુભાઇ વલકુંભાઈ સોલંકી, કમલેશભાઈ નરશીભાઈ આલડિયા, કિરણભાઈ નરશીભાઈ આલડિયા આ ને સંજયભાઈ વિરુભાઈ સોલંકી રહે. બધા શનાળા વાળા મળી આવ્યા હતા જેથી પોલીસે 1550 ની રોકડ કબજે કરીને એ ડિવિઝન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

વરલી જુગાર

માળીયાના ખાખરેચી ગામે બસ સ્ટેશનની સામેના ભાગમાં પાણીના ટાંકા પાસે વરલી જુગારના આંકડા લેતા હોવાની હકીકત આધારે એલસીબીની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી. ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા વિપુલભાઈ પ્રાણજીવનભાઈ નિમાવત (35) રહે. રામજી મંદિર પાછળ ખાખરેચી વાળો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેની પાસેથી 2,820 ની રોકડ કબજે કરી માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News