હરબટીયાળી જુથ સેવા સહકારી મંડળીમાં ત્રણ દાયકા પછી સત્તા પરીવર્તન: યુવાનો ઉપર મતદારોનો કળશ ઢોળાયો
મોરબીમાં લાયસન્સ વગર સિક્યુરિટી ચાલનાર સામે ગુનો નોંધાયો
SHARE
મોરબીમાં લાયસન્સ વગર સિક્યુરિટી ચાલનાર સામે ગુનો નોંધાયો
મોરબીમાં લાયસન્સ વગર સિક્યુરિટી ગાર્ડ પૂરા પાડતા સિક્યુરિટી એજન્સીના સંચાલક સામે એસઓજીની ટીમ દ્વારા ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ રાજકોટ નાગરિક બેન્ક ખાતે પ્રાઇવેટ સિક્યુરિટીને રાખવામાં આવી છે અને ત્યાં એસઓજીની ટીમ દ્વારા ચેક કરવામાં આવ્યું હતું ત્યારે કેતન સુરેન્દ્રભાઈ રાઠોડ (57) સિક્યુરિટી રહે. મોટી ટાંકી ચોક મહાવીર એપાર્ટમેન્ટ રાજકોટ વાળા પાસે સિક્યુરિટીનું લાયસન્સ ન હોય તેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી
વૃદ્ધા સારવારમાં
મોરબીના મહેન્દ્ર પરા શેરી નં-6 માં રહેતા નૂરબાઈ ઇસ્માઈલભાઈ ઘાંચી (71) નામના વૃદ્ધા માધાપરના ઝાપા પાસેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને તેમાં ઈજા પામેલા વૃદ્ધાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતમાં ઇજા
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વર્ધમાન સોસાયટીમાં રહેતા રંજનબેન રમેશભાઈ શેઠ (78) નામના વૃદ્ધા નરસંગ ટેકરી મંદિર પાસેથી બાઈકમાં પાછળ બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કરણોસર બાઇક સ્લીપ થતા વૃદ્ધા રસ્તા ઉપર નીચે પટકાયા હતા જેથી તેને ઈજા થતાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.