મોરબી જેલમાં બંધ કેદીનો વિડીયો વાયરલ થતા ડીવાયએસપી સહિતની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ ચિંતન શિબિરમાં તે વાતનું ચિંતન કરો કે અમારી સરકારમાં જગતનો તાત એમ દુખી છે: મોરબી જિલ્લા કોંગ્રેસના ખેડૂત સંમેલનમાં લલિતભાઈ કગથરાનો સરકારને ટોણો મોરબીના શોભેશ્વર રોડે કારખાનામાં યુવાને અંતિમ પગલુ ભર્યુ : મોત મોરબી નજીક હોટલના રૂમમાં ખેવારિયા ગામના યુવાને અનંતની વાટ પકડી મોરબીમાં કોરલ ગોલ્ડ ટાઇલ્સ નામનું કારખાનું ધરાવતા ઉદ્યોગપતિ સાથે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરના નામે 98 લાખની છેતરપિંડી મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે યુવાનની વડીલોપાર્જિત જમીનમાં દબાણ: લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ફરિયાદીના ભાઈજી સહિત ત્રણની ધરપકડ


SHARE





























મોરબીના રવાપર ગામે યુવાનની વડીલોપાર્જિત જમીનમાં દબાણ: લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ફરિયાદીના ભાઈજી સહિત ત્રણની ધરપકડ

મોરબીના રવાપર ગામની સીમમાં આવેલ યુવાનની વડીલોપાર્જિત માલિકીની જમીન ઉપર તેના જ ભાઈજી અને બે પિતરાઈ ભાઈઓ દ્વારા ગેરકાયદેસર પ્રવેશ કરીને દબાણ કરી લેવામાં આવ્યું હતું જેથી ફરિયાદી યુવાન દ્વારા જમીન માપણી કરવામાં આવતા તેમાં ગેરકાયદેસર દબાણ કરી શેઢા તોડી નાખી ખેડવાણ કર્યું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને યુવાન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે લેન્ડગ્રેબિંગ એક્ટ મુજબ ગુનો નોંધીને આ ગુનામાં ત્રણેય આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના રવાપર ગામે આવેલ વેલકમ પ્રાઈડ બંગ્લોઝ વિગ સી ફ્લેટ નંબર 603 માં રહેતા મયુરભાઈ લખમણભાઇ અઘારા (32)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદીના ભાઈજી ધરમશીભાઈ જીવાભાઇ અઘારા, સંજયભાઈ ધરમશીભાઈ અઘારા અને મનીષભાઈ ધરમશીભાઈ અઘારા રહે. ત્રણેય બોનીપાર્ક રવાપર વાળાની સામે લેન્ડગ્રેબિંગની ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદીની સંયુક્ત માલિકીની વડીલોપાર્જિત રવાપર ગામે સર્વે નંબર 18/13 પૈકી 3 ની જમીન કુલ ક્ષેત્રફળ 1-43-66 હે.આર.ચો.મી. વાળીમાં ત્રણેય આરોપીઓએ ડિસેમ્બર 2022 થી ટ્રેક્ટરથી શેઢામાં ખેડવાણ કરી ગેરકાયદેસર કબજો કર્યો છે અને સંજયભાઈ તથા મનીષભાઈએ ફરિયાદી તથા સાહેદને તમારૂ કામ તમામ કરી નાખવુ પડશે તેવી ગર્ભીત ધમકી આપી હતી અને ફરિયાદીએ તેમની માલિકીની જમીનમાં પ્રવેશવા દેતા ન હતા અને ફરિયાદીએ તેની જમીન માપણી કરાવતા માપણી સીટમાં 0-92-06 હે.આર.ચો.મી. જમીન ઉપર ત્રણેય આરોપીઓએ ગેરકાયદે દબાણ કરી શેઢા તોડી ખેડવાણ કરેલ હોવાનું સામે આવતા હાલમાં ભોગ બનેલ યુવાને તેના ભાઈજી અને તેના બે દીકરાની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે આ ગુનામાં ધરમશીભાઈ જીવાભાઇ અઘારા (72), સંજયભાઈ ધરમશીભાઈ અઘારા (51) અને મનીષભાઈ ધરમશીભાઈ અઘારા (41) રહે. ત્રણેય ધરતી ટાવર પાસે બોનીપાર્ક રવાપર વાળાની ધરપકડ કરેલ છે
















Latest News