મોરબી જેલમાં બંધ કેદીનો વિડીયો વાયરલ થતા ડીવાયએસપી સહિતની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ ચિંતન શિબિરમાં તે વાતનું ચિંતન કરો કે અમારી સરકારમાં જગતનો તાત એમ દુખી છે: મોરબી જિલ્લા કોંગ્રેસના ખેડૂત સંમેલનમાં લલિતભાઈ કગથરાનો સરકારને ટોણો મોરબીના શોભેશ્વર રોડે કારખાનામાં યુવાને અંતિમ પગલુ ભર્યુ : મોત મોરબી નજીક હોટલના રૂમમાં ખેવારિયા ગામના યુવાને અનંતની વાટ પકડી મોરબીમાં કોરલ ગોલ્ડ ટાઇલ્સ નામનું કારખાનું ધરાવતા ઉદ્યોગપતિ સાથે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરના નામે 98 લાખની છેતરપિંડી મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં દીકરાની સારવાર માટે વ્યાજે રૂપિયા લેનાર યુવાન વ્યાજખોરોના ચક્રમાં ફસાયો: કાર, સ્કૂટર અને મોબાઈલ પડાવી લઈને મારી નાખવાની ધમકી


SHARE





























મોરબીમાં દીકરાની સારવાર માટે વ્યાજે રૂપિયા લેનાર યુવાન વ્યાજખોરોના ચક્રમાં ફસાયો: કાર, સ્કૂટર અને મોબાઈલ પડાવી લઈને મારી નાખવાની ધમકી

મોરબીમાં રહેતા યુવાનની પત્નીએ દીકરાને જન્મ આપ્યો ત્યારથી જ તે બીમાર રહેતો હતો જેથીઓ તેની સારવાર માટે વાહનની સામે વ્યાજે રૂપિયા લીધા બાદ યુવાન વ્યાજખોરોના ચક્રમાં ફસાઈ ગયો હતો. અને તેને જુદાજુદા ત્રણ વ્યક્તિ પાસેથી સમયાંતરે વ્યાજે રૂપિયા લીધેલ હતા જે વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરીને યુવાનને મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી જેથી કરીને કાર, સ્કૂટર અને મોબાઈલ લઈને પણ યુવાનને મારી નાખવાની ધમકીઓ આપનારા વ્યાજખોરોની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ વવાણીયા ગામનો રહેવાસી અને હાલમાં મહેન્દ્રનગર ગામે આવેલ આઇટીઆઇની પાછળના ભાગમાં રહેતા અને એલ્યુમીનીયમ સેકશનનુ મજુરી કામ કરતાં વસંતભાઈ જેરાજભાઈ વાઘેલા જાતે કોળી (24)એ હાલમાં ભોલુ જારીયા રહે. રવાપર, મહીપતસિંહ જાડેજા રહે. શનાળા અને જીવણભાઇ બોરીચા રહે. ખાખરાળા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, આશરે બે વર્ષ પહેલા મારા પત્નીની ડીલીવરી આવી હતી અને દીકરાને જન્મ આપેલ હતો જે દીકરો બીમાર રહેતો હોય તેની સારવાર માટે બે લાખ જેટલો ખર્ચ થયેલ હતો જેથી પહેલા તેના સગા પાસેથી રૂપિયા લીધેલ હતા જે રૂપિયા ભરવા માટે તેના મિત્ર પાસેથી ભોલુ જારીયાના નંબર મળે હતા અને તેની મુલાકત કરી ત્યારે તેને કોઈ વસ્તુ ઉપર રૂપીયા આપીશ તેવું કહ્યું હતું જેથી કરીને ફરિયાદી તેની સ્વીફટ કાર આપીને માસીક પાંચ ટકા વ્યાજ લેખે રૂપિયા લીધેલ હતા અને ત્યારે સ્વીફ્ટ કાર નં. GJ-36-AC-2971 ભોલુ જારીયાને આપવામાં આવી હતી. આ બાબતે કોઇ લખાણ કરેલ ન હતુ. પરંતુ ભોલુ જારીયાએ ફરિયાદી પાસેથી કોરા કાગળમાં સહી લીધેલ હતી. અને ફરિયાદી કુલ મળીને 90 હજાર રૂપિયા વ્યાજ પેટે ભોલુ જારીયાને આપેલ હતા. અમે ભોલું જરિયા વ્યાજ આપવા માટે દબાણ કરતો હતો. અને બાકીના રૂપિયા ચૂકવવા માટે ફરિયાદી તેની ગાડી પછી માંગી હતી અને તે ગાડી વેચીને રૂપિયા આપવાનું કહ્યું હતું ત્યારે ભોલુ જારીયાએ ગાડી તેની પાસેથી નથી તેવું કહ્યું હતું. અને હવે ગાડી માંગતો નહીં તેમ કહીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી. અમે પૈસા દઇ જજે નહીં તો પતાવી દેવો ૫ડશે તેમ ધમકી આપી હતી.

ત્યારબાદ ફરિયાદી દારૂના કેસમાં સબ જેલમાં હતો ત્યારે મહીપતસિંહ જાડેજા રહે. શનાળા રોડ મોરબી વાળા સાથે થયેલ હતી અને બાદમાં તે શનાળા રોડ જી.આઈ.ડી.સી. પાસે મળેલ હતા અને ત્યારે તેની પાસેથી દરરોજના 400 લેખે 40 હજાર  રૂપિયા વ્યાજે લીધેલ હતા. જે રૂપિયાની ફોન કરીને મહીપતસિંહ ઉઘરાણી કરીને રૂપીયા આપી જજે નહી તો પગ ભાંગી નાખવા પડશે તેમ ધમકી આપી હતી. ત્યાર બાદ જીવણભાઇ બોરીચા રહે. ખાખરાળા વાળાનો સંપર્ક થયો હતો અને તેની પાસેથી માસીક ૧૦ ટકા વ્યાજ આપવાનુ નક્કી કરેલ હતુ અને ફરિયાદીના મોટા ભાઈ રવીભાઈ નુ એકટીવા નં. GJ-36-P-5284 અને એક મોબાઇલ ફોન ઓપ્પો કંપનીનો F27 પ્રો આપેલ હતો તેની સામે જીવણભાઈએ 55 હજાર રૂપિયા આપેલ હતા જેનું એક માહિનાનું વ્યાજ આપેલ છે જો કે, પછી વ્યાજ આપેલ ણ હતું જેથી કરીને તેને ઉઘરાણી માટે ફોન કર્યો હતો તે ફોન ફરિયાદી ઉપડેલ હતો. અને આ ત્રણેય શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી કરીને તેના વાહનો તથા મોબાઈલ ફોન લઈ લેવામાં આવેલ છે અને ભોલુ જારીયા તેમજ મહિપતસિંહ દ્વારા ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે જેથી યુવાનની ફરિયાદ આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
















Latest News