મોરબી સહિત રાજ્યની નવી મહાપાલિકાઓને ફાયર સ્ટેશન, બાગ બગીચા જેવી સુવિધાઓ ઊભી કરવા માટે વિનામૂલ્યે આપવામાં આવશે સરકારી જમીન મોરબીમાં થયેલ સોની વેપારીની હત્યાના કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે વિજયભાઈ જાનીની નિમણૂક કરાઇ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ 4200 ગ્રેડ પે માટે સ્નેહમિલનના કાર્યક્રમમાં કર્યો હૂંકાર મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિર યોજાઇ મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા વાલીઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો મોરબીમાં યોજાયેલી સ્ટેટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટને 10-0 થી હરાવીને જામનગરની ટીમ બની વિજેતા મોરબીના ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી
Breaking news
Morbi Today

હળવદના ઇંગોરાળા-કેદારીયા ગામે જુગારની બે રેડ: 12 શખ્સ પકડાયા, 4 નાશી ગયા !


SHARE







હળવદના ઇંગોરાળા-કેદારીયા ગામે જુગારની બે રેડ: 12 શખ્સ પકડાયા, 4 નાશી ગયા !

હળવદ તાલુકાના ઇંગોરાળા ગામની સીમમાં અને કેદારીયા ગામે જુગારની બે રેડ કરી હતી ત્યારે કુલ મળીને 12 શખ્સોને જુગાર રમતા પકડવામાં આવેલ છે અને ઇંગોરાળા ગામે રેડ દરમ્યાન નાશી ગયેલા ચાર શખ્સોને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.

હળવદ તાલુકાના ઇંગોરાળા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા હોવાનું હક્કિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા શખસોમાં નાશભાગ મચી ગયેલ હતી અને ત્યારે પોલીસે સ્થળ ઉપરથી ગોરધનભાઇ ઠાકરશીભાઇ ચાવડા (42) રહે. નવા અમરાપર, રમેશભાઇ પોપટભાઇ માલકીયા (50) રહે. પંચમુખી ઢોરો હળવદ, ઘનશ્યામભાઇ મેલાભાઈ માલકીયા (36) રહે. ઇંગોરાળા, વિક્રમભાઈ મેરાભાઈ માલકીયા (44) રહે. ઇંગોરાળા અને નિતેશભાઈ નથુભાઈ પટેલ (50) ઇંગોરાળા વાળાની 21,200 ની રોકડ સાથે ધરપકડ કરી હતી જો કે પોલીસને જોઈને નાશી ગયેલા શખ્સોમાં શંભુ વરસંગભાઇ કોળી રહે. ઇંગોરાળા, હરેશભાઈ ડાયાભાઇ દલવાડી રહે. પ્રકાશનગર, અશ્વીનભાઇ કાનજીભાઈ દલવાડી રહે. પ્રકાશનગર, અને વિનોદભાઇ બચુભાઇ રહે. ગણેશપુર વાળાનો સમાવેશ થયે છે આ તમામ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે અને નાશી ગયેલા ચાર શખ્સોને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

જયારે જુગારની બીજી રેડ હળવદ તાલુકાના કેદારીયા ગામે કરવામાં આવી હતી ત્યારે જુગાર રમતા સાત શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી રોકડ 32,600 કબજે કર્યા હતા અને જુગારની રેડ કરી હતી ત્યારે ધનશ્યામભાઇ ભગાભાઇ પરસોંડા (35), ચોથાભાઈ અખાભાઇ શિહોરા (45), ધિરુભાઇ દેવશીભાઇ શિહોરા (56), યોગેશકુમાર ભાવુભાઈ શિહોરા (31),  વાસુદેવભાઇ મેરુભાઈ મજેઠીયા (39), કાનજીભાઈ રઘાભાઈ થરેશા (45) અને રઘુભાઇ અણદાભાઇ શિહોરા (38) રહે. બધા જ કેદારીયા વાળા ઝડપાયા હતા જેથી તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયેલ છે આમ જુગારની બે રેડ પીઆઇ આર.ટી.વ્યાસની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.






Latest News