જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી મોરબી જિલ્લામાં વીજપોલ-લાઇનના વળતર માટે એમઆરસીની રચના કરવા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ રાજ્યભરમાં ટંકારા તાલુકો ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં મોખરે: જીલ્લામાં ખેડૂતોને ૨૦ કરોડથી વધુ રકમ ચૂકવાઈ ખેડૂતોના પરિશ્રમને મળ્યા પોષણક્ષમ ભાવ: ઘઉંની ટેકાના ભાવે ખરીદીમાં રાજ્યના તમામ તાલુકાઓમાં મોરબીનો ટંકારા તાલુકો ૬૧,૯૪૯ ક્વિન્ટલ સાથે પ્રથમ ક્રમે મોરબી જીઆઇડીસી પાસે નવ બોટલ દારૂ સાથે બે પકડાયા વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી ઉપર હુમલો કરનાર તમામની ધરપકડ


SHARE







મોરબી જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી ઉપર હુમલો કરનાર તમામની ધરપકડ

મોરબીમાં ગોકુળનગરથી જાગાની વાડી તરફ જવાના રસ્તા ઉપર આવેલ બજારની વાડી પાસે આઠ વાડીનો રસ્તો બંધ હતો તેને માજી કાઉન્સિલર અને હાલમાં મોરબી જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી દ્વારા ખુલ્લો કરાવામાં આવ્યો હતો. જે બાબતનો ખાર રાખીને તેની ઉપર મોડી સાંજે ચાર મહિલા સહિત 11 લોકો દ્વારા કુહાડી-ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ગુનામાં વધુ નવ આરોપીને પકડવામાં આવેલ છે.

મોરબીમાં બાયપાસ રોડ ઉપર ગોકુળનગર પાસે આવેલ જાગાની વાડીમાં રહેતા મોરબી પાલિકાના માજી સભ્ય અને હાલમાં મોરબી જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી રોહિતભાઈ શામજીભાઈ કંઝારિયા (30) ઉપર તે વિસ્તારમાં રહેતા મહિલાઓ સહિતના 11 દ્વારા કુહાડી અને ધોકા જેવા હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો.જેની ફરિયાદ નોંધાયેલ હતી જેની તપાસમાં પીએસઆઈ એચ.આર. જાડેજા અને ભાવિન ગઢવી દ્વારા અગાઉ મુક્તાબેન છગનભાઇ ડાભી અને કિરણબેન રતિભાઈ ડાભીની ધરપકડ કરી હતી ત્યાર બાદ સંજય છગન ડાભી, રતિલાલ કેશવજી ડાભી, દિનેશભાઈ શામજીભાઈ ડાભી, કેશવજીભાઇ ભીમજીભાઈ ડાભી, હંસરાજભાઈ શામજીભાઈ ડાભી, રતિલાલ કેશવજીભાઇ ડાભી, પ્રવીણ કેશવજીભાઇ ડાભી, સંજય છગનભાઇ ડાભી, સુરેશ છગનભાઇ ડાભી, લાભુબેન પ્રવીણભાઈ ડાભી, ચંપાબેન સંજયભાઈ ડાભી રહે.બધા ગોકુલનગર વાળાની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News