હળવદના ચરાડવા ગામે મહાકાળી આશ્રમમાં ચાંદીના ત્રણ કિલોના બે છતરની ચોરીના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીના મહેન્દ્રનગર ગામ પાસેથી દારૂ-બિયરની ૮૦૮ બોટલ સાથે સ્કોર્પીયો પકડાઈ, બે બુટલેગરોને દબોચીને આગળની તપાસ શરૂ ધાંધીયા યથાવત: મોરબીના મકનસર રેલ્વે સ્ટેશને ડેમુ ટ્રેન બંધ થતાં મુસાફરો હેરાન હળવદના પ્રતાપગઢ પાસે બંધ પાછળ ટ્રકની પાછળ એસટીની બસ અથડાઇ: ડ્રાઈવર-કંડક્ટર સહિત ૧૦ લોકોને ઇજા મોરબી જિલ્લાના ટુ, થ્રી, ફોર વ્હીલર તથા ટ્રાંસપોર્ટ વાહનના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે મોરબીમાં બગથળા ગામે કાલે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં યોજાયેલ સેવસેતુના કાર્યક્રમોમાં ૭૪૬૦ અરજીઓનો નિકાલ મોરબીના ખાનપર ગામે ઘર પાસે પાર્ક કરેલ બાઈકની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં કારખાના ગોડાઉન સહિત ત્રણ જગ્યાએ જુગારની રેડ: 13 લાખથી વધુના મુદામાલ સાથે 24 ઝડપાયા


SHARE











વાંકાનેર તાલુકામાં કારખાના ગોડાઉન સહિત ત્રણ જગ્યાએ જુગારની રેડ: 13 લાખથી વધુના મુદામાલ સાથે 24 ઝડપાયા

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં એક કારખાનાના ગોડાઉન સાહિત કુલ મળીને ત્રણ જગ્યાએ જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને 24 શખ્સો 13 લાખથી વધુના મુદામાલ સાથે જુગાર રમતા પકડાયા છે જેની સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

વાંકાનેર તાલુકાના આગાભી પીપળીયા ગામે સીમ વિસ્તારમાં આવેલ હિતેન્દ્રસિંહ જાડેજાની વાડીએ જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા હિતેન્દ્રસિંહ પ્રવીણસિંહ જાડેજા (43), કૃષ્ણસિંહ ભૂપતસિંહ જાડેજા (32), ગૌરવભાઈ રામભાઈ રાજગોર (26), ઋષભભાઈ પ્રવીણભાઈ પાનસુરીયા (26), રાજેશભાઈ બચુભાઈ કાસુન્દ્રા (40), સામતભાઈ પાલાભાઈ બાળા (29), ઈસ્માઈલભાઈ જીવાભાઇ વકાલીયા (52), વિજયભાઈ ભગવાનજીભાઈ ભાણીયા (62), રાહિલભાઈ ગોવિંદભાઈ ભાણીયા (23), જયેશભાઈ હિરજીભાઈ પેઢડીયા (40), ધર્મેન્દ્રસિંહ મોહનસિંહ જાડેજા (42) અને હરેશભાઈ ઉર્ફે હકાભાઇ ચતુરભાઈ કલોલા (39) મળી આવતા પોલીસે તેની પાસેથી રોકડા રૂપિયા 4.80 લાખ તથા 11 મોબાઈલ ફોન અને એક ઇકો ગાડી આમ કુલ મળીને 6,69,500 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધાયો છે.

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ હોટલની બાજુમાં તેની સેનિટેક સેનેટરીના ગોડાઉનમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી રાજેશભાઈ જીવરાજભાઈ મેંદપરા (40), ચંદ્રકાંતભાઈ બચુભાઈ સાદરીયા (33), દીપ્તેશભાઈ જગજીવનભાઈ વામજા (44), વાસુદેવભાઈ મગનભાઈ ગઢીયા (29) અને રસિકભાઈ ચતુરભાઈ ઘેટીયા (36) રહે બધા રવાપર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી રોકડા રૂપિયા 6,04,500 કબજે કર્યા હતા અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધાયો છે.

વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે રામદેવપીરના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી સત્તાભાઈ કડવાભાઈ વરુ (45), પરાક્રમસિંહ હાલુભા જાડેજા (42), યાકુબભાઈ બોદુભાઈ કાતિયાર (55), કાળુભાઈ દેવજીભાઈ રાઠોડ (53), કિરીટસિંહ પ્રવિણસિંહ જાડેજા (28) પ્રકાશભાઈ હસુભાઈ ધ્રાંગધરીયા (43) અને રમજાનભાઈ અભરામભાઈ ઠેબા (55) વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 27,400 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.






Latest News