ભ્રષ્ટાચાર બંધ કરો, નવું ભારત બનાવો: મોરબીમાં સરદાર પટેલ જયંતિ નિમિતે નિબંધ સ્પર્ધા યોજાઇ
ટંકારાના ટોળ ગામે સરકારી જમીન ઉપર દબાણ-રસ્તાને બંધ કરનારની ધરપકડ
SHARE
ટંકારાના ટોળ ગામે સરકારી જમીન ઉપર દબાણ-રસ્તાને બંધ કરનારની ધરપકડ
ટંકારા તાલુકાનાં ટોળ ગામે સરકારી જમીનમાં મકાન અને કૂવો બનાવીને તેમજ રસ્તાને બંધ કરી નાખનારા શખ્સની સામે ટંકારાના મામલતદાર દ્વારા ફરિયાદ નોધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે હાલમાં લેન્ડ ગ્રેબિંગના ગુનામાં આરોપીની ધરપકડ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારાના મામલતદાર નરેન્દ્ર પુંજાભાઇ શુકલ (ઉ.૫૫)એ ફતેમામદ જીવાભાઇ ગઢવાળા રહે. ટોળ તાલુકો ટંકારા વાળાની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, છેલ્લા દશેક વર્ષથી આજદીન સુધી ટંકારા તાલુકાનાં ટોળ ગામે આરોપીએ અમરાપર ગામ તથા ટોળ ગામના સીમાડે અમરાપર ગામ સર્વે નં.૧૧૬ વચ્ચેથી પસાર થતો જુનો માર્ગ આવેલ હોય છે તે જુના માર્ગ (રસ્તા) ઉપર આશરે ૧૦ વર્ષથી દબાણ કરી રસ્તો બંધ કરી દીધેલ છે તેમજ ટોળ ગામે સરકારી ખરબાની જમીનમા મકાન તથા કુવો બનાવી ગેરકાયદેસર કબ્જો કરી દબાણ કરેલ છે જેથી પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) વિધેયક ૨૦૨૦ ની કલમ ૩, ૪(૩), ૫(ગ) મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ કેસની તપાસ કરતાં ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય અને તેની ટિમ દ્વારા હાલમાં આરોપી ફતેમામદ જીવાભાઇ ગઢવાળા (૬૦) રહે. ટોળ વાળાની ધરપકડ કરેલ છે