ટંકારાના ટોળ ગામે સરકારી જમીન ઉપર દબાણ-રસ્તાને બંધ કરનારની ધરપકડ
મોરબીના પીપળી રોડે કારખાનામાં માથા ઉપર બારી પડતાં બે વર્ષના બાળકનું મોત
SHARE









મોરબીના પીપળી રોડે કારખાનામાં માથા ઉપર બારી પડતાં બે વર્ષના બાળકનું મોત
મોરબીના પીપળી રોડ ઉપર આવેલ કારખાનામાં બાળક ઉપર બારી પડતાં બે વર્ષના બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને મૃત બાળકના મૃતદેહને પીએમ માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ બનાવની મોરબી તાલુકા પોલીસે હાલમાં નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના પીપળી રોડ પર આવેલ ઓસન ઇન્ડસ્ટ્રીઝ નામના યુનિટમાં રહેતા અને કામ કરતાં ધર્મેશભાઈ તડવીનો બે વર્ષનો દીકરો સરત ત્યાં કારખાનાની અંદર રમતો હતો ત્યારે તેના માથા ઉપર બારી પડી હતી જેથી કરીને તેને માથાના ભાગે ગંભીર ઈજા થવાના લીધે સરતનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ મૃત બાળકના મૃતદેહને પીએમ માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતનાં બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
