ભ્રષ્ટાચાર બંધ કરો, નવું ભારત બનાવો: મોરબીમાં સરદાર પટેલ જયંતિ નિમિતે નિબંધ સ્પર્ધા યોજાઇ
SHARE









ભ્રષ્ટાચાર બંધ કરો, નવું ભારત બનાવો: મોરબીમાં સરદાર પટેલ જયંતિ નિમિતે નિબંધ સ્પર્ધા યોજાઇ
મોરબીમાં સરદાર પટેલ જયંતિ એટલે કે રાષ્ટ્રિય એકતા દિવસનાં અનુસંધાને "આઝાદી કા અમૃત મહોત્સવ" બેંક ઓફ બરોડા તથા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર-મોરબીનાં સંયુક્ત ઉપક્રમે લોક જાગૃતિ માટે નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરાયેલ હતું જેમાં ''ભ્રષ્ટાચાર બંધ કરો, નવું ભારત બનાવો" વિષય ઉપર યુવાનો દ્વારા નિબંધ લખવામાં આવ્યા હતા
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગુજરાત સરકાર-ગાંધીનગર દ્વારા માન્ય "આર્ય ભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર-મોરબી તથા બેંક ઓફ બરોડા દ્વારાં સરદાર પટેલ જયંતિ (રાષ્ટ્રિય એકતા દિવસ) નિમિતે આઝાદીના ૭૫ વર્ષ નિમિતે ઉજવાઇ રહેલા અમૃત મહોત્સવનાં અનુસંધાને લોક જાગૃતિ માટે આ નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવાંમાં આવેલ હતું આ સ્પર્ધા એમ. એમ. સાયન્સ કૉલેજ મોરબી-૨ તેમજ એમ.પી.પટેલ બી.એડ કોલેજ જોધપુર(નદી) ખાતે હતી જેનો વિષય "ભ્રષ્ટાચાર બંધ કરો-નવું ભારત બનાવો" હતો આ નિબંધ લેખન સ્પર્ધામાં કૉલેજનાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને વિજેતા સ્પર્ધકોને રોકડ ઈનામ આપવામાં આવ્યું હતું તેમાં પ્રથમ ઈનામ ૧૦૦૧, દ્વિતીય ઈનામ ૭૫૧ અને તૃતીય ઈનામ ૫૦૧ આપેલ છે તેમ આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીના એલ.એમ.ભટ્ટ તેમજ દિપેનભાઈ ભટ્ટે યાદીમાં જણાવેલ છે.
