મોરબીમાં ડાન્સ શીખવતા વિધર્મી શખ્સે કર્યું સગીરાનું અપહરણ: ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ મોરબીના પરશુરામ ધામ ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન હળવદમાં નોનવેજના હાટડા બંધ કરવાની માંગ મોરબીમાં ફાયનાન્સની પેઢીમાં મોજશોખ પૂરા કરવા ચોરી કર્યાની આરોપીઓની કબૂલાત: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જિલ્લાના નવલખી બંદર-કોસ્ટલ વિસ્તારના ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી નગર પાલિકાની હદમાં રોડ પેચ વર્ક-સાફ સફાઈ: ટંકારામાં સફાઈ-દવા છંટકાવની કામગીરી શરૂ


SHARE





























મોરબી નગર પાલિકાની હદમાં રોડ પેચ વર્ક-સાફ સફાઈ: ટંકારામાં સફાઈ-દવા છંટકાવની કામગીરી શરૂ

વરસાદે વિરામ લીધા બાદ સરકાર દ્વારા રોડ રસ્તા ના સમારકામ વીજ પુરવઠો પૂર્વવત્ કરવો અને સાફ-સફાઈ તેમજ સેનિટેશનની કામગીરીને મહત્વ આપવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબી જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીની સૂચનાથી જિલ્લાની નગરપાલિકાઓમાં પાણી નિકાલ તેમજ સાફ-સફાઈ માટે ખાસ ટીમોની રચના કરવામાં આવી છે. ત્યારે મોરબી નગરપાલિકા દ્વારા પણ રોડ રસ્તાઓના પેચ વર્ક તેમજ સાફ-સફાઈ સહિતની કામગીરી માટે વિસ્તાર મુજબ વિવિધ ટીમ બનાવી કામગીરી કરવામાં આવી રહી છે. મોરબી નગરપાલિકા હસ્તક નગર દરવાજા થી ગ્રીન ચોક રોડ અને તેની આજુબાજુનો તમામ વિસ્તાર ઉપરાંત જેલ રોડથી મચ્છુમાંનું મંદિર તરફના રોડની જવાબદારી મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી ઉપરાંત નોડલ ઓફિસર તરીકે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિરલ વ્યાસને સોંપવામાં આવી છે. આ ઉપરાંત જેલ રોડ થી મચ્છુમાંનું મંદિર તરફના રોડની કામગીરી પણ હાલ યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે જે આજ સાંજ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે તેવું પણ નોડલ અધિકારીએ જણાવ્યું હતું. તો ટંકારાના ચીફ ઓફિસર દ્વારા સફાઈના કર્મચારીઓ સહિત અલગ અલગ ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમ દ્વારા રોડ રસ્તાઓ પર ફેલાયેલા ગંદકીના પડ દૂર કરી રસ્તાને ચોખ્ખા કરવામાં આવી રહ્યા છે. અને દવાનો છંટકાવ તેમજ ફોગીંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.
















Latest News