વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

  ટંકારાના લખધીરગઢના શિક્ષિકાની જીવતીબેન પીપળીયાની જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી


SHARE

















ટંકારાના લખધીરગઢના શિક્ષિકાની જીવતીબેન પીપળીયાની જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી

ટંકારાના લખધીરગઢના શિક્ષિકાની જીવતીબેન ઘોળી સતત પ્રવૃત્તિશીલ તો ખરાં જ સાથે સાથે સતત શીખતાં રહે છે જેથી કરીને તેઓની મોરબી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે અને આગમી શિક્ષક દિને તેઓને સન્માનીત કરવામાં આવશે.

એક વાત જણાવતા આનંદ થાય છે કે એમની શાળાના વિદ્યાર્થી કલા મહાકુંભ હોય કે વક્તવ્ય, બાળકવિ સ્પર્ધા, ચિત્ર, ગાયન, વાર્તા નિર્માણ વિદ્યાર્થીઓ અવ્વલ જ હોય સાથે સાથે બાહ્ય પરીક્ષાઓમાં પણ લખધીરગઢ પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓ અવ્વલ હોય જ. આવી ઝળહળતી સિદ્ધિ પાછળ હકારાત્મક અભિગમથી અપાયેલ માર્ગદર્શન! જીવતીબેનથી નકારાત્મકતા કોષો દૂર છે એ એમની સૌથી મોટી ઉપલબ્ધિ ગણી શકાય.એમની શિક્ષણ પદ્ધતિ પણ ખરેખર પ્રશંસનીય છે. એમની શિક્ષણ આપવાની રીત અનોખી છે. રમતાં રમતાં બાળક પોતાને ક્ષમતા સિદ્ધ કરી લે છે. 'ભાર વગરનું ભણતર' એમનાં વર્ગમાં સાચે જ સિદ્ધ થાય છે.રમતાં રમતાં બાળક કેમ શીખે તે એમની you tube ચેનલની મુલાકાત પરથી જાણી શકાય છે.

શિક્ષણ, સાહિત્ય કે સામાજિક ક્ષેત્ર તેઓશ્રી ૧૦૦% લગાવી કર્મ કરતાં રહે છે. એમની ઉદાત્ત કામગીરીની કદરરૂપે ઘણાં માન અકરામ મળેલ છે. તેઓશ્રીને પ્રતિભાશાળી પ્રમાણપત્ર, તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, નારી ગરિમા એવોર્ડ, માતૃશક્તિ સન્માન, લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા ઘણા શિલ્ડ, સન્માન પત્ર, લખધીરગઢ ગ્રામપંચાયત અને શાળા તરફથી પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર, સામાજિક કાર્ય બદલ સમાજ તરફથી સન્માન પત્ર મળેલ છે.

ઉત્તમ શિક્ષક સાથે સાથે બાળ સાહિત્યકાર એવા જીવતીબેનનાં બાળસાહિત્યના ચાર પુસ્તક પ્રકાશિત થયાં છે. વસુધૈવ કુટુંબકમની ભાવનાને બળ આપતું 'દેશથી પરદેશ સુધી' કાવ્યસંગ્રહ  તેમજ પર્યાવરણ બચાવો ભાવનાને મજબૂત કરતું 'પર્યાવરણથી પ્રીત, સાચી જીવન રીત બે કાવ્ય સંગ્રહનું સંપાદન પણ કર્યું છે. આ ઉપરાંત સાહિત્ય ક્ષેત્રે બાળસાહિત્યની સાધનાને બળ મળે તે માટે બાળસાહિત્ય માટે 'શબ્દ વાવેતર  બાલ વંદના ગ્રૂપ તેમજ બાળકો માટે 'ધમાલમસ્તી' ગ્રૂપ પણ ચલાવે છે. માતૃભાષાની માવજત માટે પ્રતિદિન શબ્દ અને અર્થ, ઉખાણું, સાચી જોડણી એમ ત્રણ પોસ્ટ પ્રતિદિન WhatsApp, facebook અને Instagram પર શેર કરે છે. નવોદિત સાહિત્યકારની રચનાઓનું પ્રૂફ રીડિંગ કરી આપતાં જીવતીબેન 'શબ્દ વાવેતર ગ્રૂપનાં એડમિન અને પદ્ય નિર્ણાયક તરીકે પણ કામ કરે છે.




Latest News