મોરબીમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી ચોરી કરેલ બાઇક સાથે એકની ધરપકડ
મોરબી જીલ્લામાં ડુપ્લિકેટ દારૂ ભરવા માટે બોટલો આપનાર શખ્સ પાસ હેઠળ જેલ હવાલે
SHARE
મોરબી જીલ્લામાં ડુપ્લિકેટ દારૂ ભરવા માટે બોટલો આપનાર શખ્સ પાસ હેઠળ જેલ હવાલે
મોરબી એલસીબીની ટીમે માળીયા મિયાણા તાલુકાના દેવગઢ ગામે રહેતા જયરાજ જીવણભાઈ સવસેટા અને જયદીપ જીવણભાઈ સવસેટાના રહેણાક મકાનમાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી નકલી દારૂની મિનિ ફેક્ટરી પકડી હતી. જેથી પોલીસે ઘરમાંથી જુદીજુદી બ્રાન્ડની દારૂની 16 બોટલ અને તૈયાર બનાવટી ઈંગ્લીશ દારૂનું 450 લીટર પ્રવાહી, દારૂની ખાલી બોટલો, અલગ અલગ કંપનીના ડુપ્લીકેટ સ્ટીકર અને ઢાંકણા વિગેરે મળી 2,79,705 નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો તેમજ મોરબીના રણછોડનગરમાં અલ્તાફ ઉર્ફે રાજા ખોડ દ્વારા મકાન ભાડે રાખવામાં આવ્યું હતું અને ત્યાં સસ્તી દારૂની બોટલો માંથી દારૂ કાઢીને મોંઘી દારૂની બોટલોમાં દારૂ ભરીને સસ્તા દારૂને મોંઘા બનાવવા બાબતનું કારસ્તાન સામે આવ્યું હતું જે બંને ગુનામાં દારૂ ભરવા માટેની ખાલી બોટલો આપનારા શખ્સ કિસન ઉર્ફે કાનો પાટડીયા સામે પાસા દરખાસ્ત મૂકવામાં આવૈ હતી જેને જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા મંજૂર કરવામાં આવી હતી જેથી કરીને આરોપી કિશન ઉર્ફે કાનો અશોકભાઈ પાટડીયા રહે. હાલ નાની વાવડી વાળાની પાસા હેઠળ ધરપકડ કરીને તેને સુરતની લાજપોર મધ્યસ્થ જેલ સુરત હવાલે કરવામાં આવ્યો છે.