મોરબીમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા 1,84,000 લોકોની સહી સાથે કલેક્ટરને આવેદપત્ર પાઠવ્યું હળવદ પત્રકાર એસો. દ્વારા 2 ઓગસ્ટના રોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબીમાં ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સરકારી શાળામાં ચોપડાનું વિતરણ કરાયું મોરબી જીલ્લામાં મયુરનગર અને ટીકર પાસેના તૂટી ગયેલા કોઝવેનું તાત્કાલિક રિપેરિંગ કામ પૂર્ણ સુરત ખાતે યોજાયેલ વિહિપની બેઠકમાં મોરબી સહિત સૌરાષ્ટ્ર પ્રાંતના હોદેદારો હાજર રહ્યા મોરબી જીલ્લામાં ખેલ મહાકુંભ ૨૦૨૫ ના વિજેતા ખેલાડીઓ જોગ મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ આઇટીઆઇ ખાતે ભરતી મેળો યોજાશે મોરબી જીલ્લામાં ચાઇલ્ડ હેલ્પલાઇન દ્વારા ૨૫૫ જનજાગૃતિ કાર્યક્રમો યોજીને બાળ અધિકારો અને સુરક્ષાનો સંદેશ અપાયો
Breaking news
Morbi Today

ટંકારાના સજનપર નજીકથી દેશી બનાવટની સિંગલ બેરલની બંદૂક સાથે એકની ધરપકડ


SHARE







ટંકારાના સજનપર નજીકથી દેશી બનાવટની સિંગલ બેરલની બંદૂક સાથે એકની ધરપકડ

ટંકારા તાલુકાના સજનપર ગામેથી પંચાસિયા જવાના રસ્તા ઉપર આવેલ મંદિર નજીકથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટની સિંગલ બેરલની બંદૂક મળી આવી હતી જેથી પોલીસ હથિયાર સાથે તેની ધરપકડ કરી હતી અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સજનપર ગામથી પંચાસિયા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ રામદેવપીરના મંદિર પાસેથી પસાર થઈ રહેલા વૃદ્ધને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દેશી બનાવટની સિંગલ બેરલની લાકડાની બંદૂક મળી આવી હતી જેથી પોલીસે હથિયાર કબજે કર્યું હતું અને આરોપી ધનજીભાઈ દેવાભાઈ ધોળકિયા (63) રહે. સજનપર તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે

મહિલાને માર માર્યો

મોરબીમાં સર્કિટ હાઉસની સામેના ભાગમાં આવેલ વિદ્યુતનગર વિસ્તારમાં રહેતા રેખાબેન દીપકભાઈ ડાભી (25) નામની મહિલાને તેના પતિએ માર માર્યો હતો જેથી ઈજા પામેલ મહિલાને સારવાર માટે સિવિલે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર આપીને સિવિલ હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વૃદ્ધા સારવારમાં

મોરબીમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા ગૌરીબેન નંદલાલભાઈ (75) નામના વૃદ્ધા તેઓના વિસ્તારમાંથી બાઇકમાં પાછળના ભાગે બેસીને પસાર થતા હતા ત્યારે હનુમાન મંદિર નજીકથી તેઓ બાઈકમાંથી નીચે પડી જતા તેમને ઈજા થઇ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News